તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NSUIનું ઓપરેશન: ગાંધીનગરમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ટ્યુશન કરતા પકડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યનની સરકારી શાળાઓના શિક્ષકોને ટ્યુશન કરવા પર સરકારે પાબંદી લગાવી છે. તેમ છતા આખા રાજ્યમાં આ દુષણ ફેલાયેલુ છે. ગાંધીનગરમાં એનએસયુઆઇના કાર્યકરો દ્વારા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ટ્યુશન કરાવતા રંગે હાથ સ્ટીંગ ઓપરેશનમાં પકડી પાડવામાં આવ્યા હતાં. વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે સરકારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને શાળાના ક્લાસમાં ડફોળ સાબિત કરીને પોતાના ક્લાસીસમાં આવવા દબાણ ઉભુ કરે છે અને નાપાસ કરવાનો ડર બતાવે છે.

ટ્યુશન કરતા શિક્ષકો સામે કડક પગલા લેવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન

ગાંધીનગર શહેરમાં ટ્યુશનોના રાફડા ફાટી નિકળ્યા છે. ઘરે ઘરે ટ્યુશનો કરાવવામાં આવે છે. શિક્ષિત બેરોજગાર યુવાનો તથા યુવતિઓ ટ્યુશન ક્લાસીસ ચલાવી પોતાનુ ગુજરાન ચલાવે તે યોગ્ય છે. પરંતુ સરકારી શાળામાં તગડો પગાર લેતા શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવી રોકડી કરતા હોય છે. સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકો ટ્યુશન કરાવી શકતા નથી. સરકારી શાળાના શિક્ષકો દ્વારા ચલાવામા આવતા ટ્યુશન ક્લાસ પર એનએસયુઆઇ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરીને ઉઘાડા કરવામાં આવ્યા હતાં.
સરકારી શાળાઓના શિક્ષકોને ટ્યુશન કરવા પર સરકારે પાબંદી લગાવી છે

ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર વિરેન્દ્રસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ચલાવી શકતા નથી, તેમ છતા ક્લાસીસ ચલાવે છે. જ્યારે વિદ્યાર્થીઓને ક્લાસીસ જોઇન્ટ કરાવવા હોશિયાર વિદ્યાર્થીને પણ શાળામાં અન્ય વિદ્યાર્થીઓ સામે ડફોળ સાબિત કરાય છે. માનસિક ત્રાસ આપી પોતાનો રોટલો શેકવા માટે ક્લાસીસમાં જોડાય તેવુ કરાય છે. જ્યારે શાળાના જ શિક્ષકો પ્રથમ અને દ્વિતિય પેપર નિકાળતા હોવાથી તેને નાપાસ કરવાનો ડર બતાવામાં આવે છે.

બાળકનુ ભવિષ્ય બગાડી દેવા સુધીની ગર્ભિત ધમકી આપવામાં આવતા વાલી અને વિદ્યાર્થી પોતે શાળાના શિક્ષકના ટ્યુશન ક્લાસમાં જોડાય છે. સરકારના પરિપત્રની વિરુદ્ધમા જઇને શિક્ષકો ટ્યુશન કરાવે છે ત્યારે તેમની સામે કડક પગલા લેવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી એસ એમ બારડએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા ટ્યુશન કરવાને લઇને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યુ હતુ. શિક્ષણાધિકારીએ કહ્યું કે એનએસયુઆઇએ આવેદન આપ્યું છે, પરંતુ માત્ર નામ જ આપ્યા છે. સ્થળ સાથેનુ લીસ્ટ આપવામાં આવે તો આકસ્મિત તપાસ કરીને રંગે હાથ પકડી કાયદેસરની કાર્યવાહી કરીશું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો