તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર : હવે રાજ્યમાં ગ્રાન્ટેડ સ્કૂલ-કોલેજને મંજૂરી નહીં મળે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્ય સરકારે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, આગામી વર્ષોમાં રાજ્યમાં એક પણ ગ્રાન્ટેડ સ્કૂલ નહિ અપાય. તેમની આવી જાહેરાત સાથે હવે એક વાત સ્પષ્ટ બની છે કે આગામી દિવસોમાં સરકાર સ્વનિર્ભર સ્કૂલ-કોલેજોને પ્રોત્સાહન વધારે આપશે. કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ, ભોળાભાઈ ગોહેલના પ્રશ્નોના જવાબમાં સરકારના શિક્ષણ મંત્રીઓએ એવી માહિતી આપી હતી કે આ રાજકોટ અને જસદણ વિસ્તારની સ્કૂલો અને કોલેજોના પ્રશ્નમાં સરકારના શિક્ષણ મંત્રીઓએ માહિતી આપી હતી કે આગામી દિવસોમાં એક પણ ગ્રાન્ટેડ સ્કુલ કે કોલેજ શરૂ કરવાની સરકારની વિચારણા નથી.
- અત્યારે વિદ્યાર્થીદીઠ 1500ની સહાય ચૂકવાય છે, શિક્ષકોના પણ બોન્ડ લેવાની ગંભીર વિચારણા

સરકારે ત્યાં સુધી સ્પષ્ટતા કરી હતી કે સરકારે ગ્રાન્ટેડ કોલેજ આપવાની નિતી બંધ કરી છે. આવા સંજોગોમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રાન્ટેડ સ્કુલ અને કોલેજોનું ભાવિ અસ્પષ્ટ જણાઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં છેલ્લા બે વર્ષથી ગ્રાન્ટેડ સ્કુલો આપવામાં આવતી નથી, પણ સ્વનિર્ભર સ્કૂલોને વિદ્યાર્થીદીઠ રૂ. 1500 સહાય ચૂકવાય છે. કોલેજો માટે પણ હવે ગ્રાન્ટને બદલે સહાય ચુકવવામાં આવશે.

બીજી તરફ તબીબો ગામડામાં નોકરી કરવા જતા નથી એટલે રાજય સરકાર દ્વારા બોન્ડ લેવામાં આવે છે. ગૃહમાં શિક્ષકો પણ અંતરિયાળ ગામોમાં નોકરી કરવા માટે તૈયાર નથી. આથી અંતરિયાળ ગામડ઼ાઓની સ્કુલમાં શિક્ષકોની ઘટને પુરી કરવા માટે રાજય સરકાર કોઇ વિચારણા કરે છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં સરકારે એવી જાહેરાત કરી હતી કે શિક્ષકોના પણ બોન્ડ લેવાની વિચારણા થઈ રહી છે.
‘ગુણવત્તા સુધારો નહિતર શાળા જ નહીં રહે’

સુરેન્દ્રનગર માધ્યમિક જિલ્લા શિક્ષક સંઘના યોજાયેલા અધિવેશનમાં આવતી કાલને સાચવવા માટે શિક્ષકોને સજાગ રહેવા અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનો મૃત્યુઘંટ વાગે તે પહેલા જાગવા રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ આહવાન કર્યું હતંુ. રાજય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ પટેલ, મહામંત્રી દિનેશ ચૌધરી, ઉપપ્રમુખ પી.એમ.પટેલે જણાવ્યંુ કે, સરકારની બદલાતી જતી નીતીઓ વચ્ચે અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના આક્રમણ સામે ટકી રહેવુ મુશ્કેલ છે. ત્યારે આવી શાળાઓના શિક્ષકોએ જાતે પોતાની શાળાનું માર્કેટીંગ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા કરવી જોઇએ.
અન્ય સમાચારો પણ છે...