તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાં વાહનોની હવે નંબર પ્લેટ સાથે ડિલિવરી, ટેક્સ ભરતાની સાથે જ નંબર પ્લેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાહનોની હાઇ સિક્યોરિટી નંબર પ્લેટમાં હજારોની સંખ્યામાં બેકલોગ અને નંબર પ્લેટ લગાવવામાં વાહનચાલકોની બેદરકારીને કારણે સર્જાતી સમસ્યા દૂર કરવા માટે હવે નવા તમામ વાહનોને શો રૂમમાંથી ડિલિવરી આપતી વખતે જ નંબર પ્લેટ ફિટ કરીને આપવાનો નવો નિયમ અમલી બનાવવામાં આવનાર છે. એકાદ અઠવાડિયામાં જ આ વન ડે સિસ્ટમ શરૂ થાય તેવી શક્યતા છે.

ટેક્સ ભરતાની સાથે જ વાહનના ડીલરોને આરટીઓમાંથી નંબર પ્લેટ મળી જશે

વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વિવિધ કંપનીના ડીલરો સાથે બેઠક યોજીને નવી પદ્ધતિ માટે કવાયત પૂરી કરાઇ છે. નવું વાહન ખરીદવામાં આવે ત્યારે મોટેભાગે ડીલરો દ્વારા જ આરટીઓમાં રોડ ટેક્સ ભરવામાં આવતો હોય છે. આ ટેક્સ ભરાય તે જ દિવસે તે વાહનનું રજિસ્ટ્રેશન પણ થઇ જશે અને તેમને તે જ દિવસે નવા નંબર સાથેની પ્લેટ મળી જશે. જેથી વાહનની ડિલિવરી પહેલા શોરૂમ દ્વારા હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવી દેવાની રહેશે.

ટેમ્પરરી નંબર ફાળવવાની પ્રથા પણ બંધ કરાશે

નવી પદ્ધતિની સાથે ટેમ્પરરી નંબર ફાળવવાની પ્રથા પણ બંધ કરાશે. માત્ર જે વાહનચાલકને પસંદગીનો નંબર જોઇતો હશે તેને નંબરની હરાજી કે પસંદગીની પ્રક્રિયા સુધી ટેમ્પરરી નંબર ફાળવવામાં આવશે. વાહન વ્યવહારમંત્રી વલ્લભ કાકડિયાએ કહ્યું કે, નંબર પ્લેટનો બેકલોગ વધે નહીં અને તમામ ગાડીને શરૂઆતથી જ નંબર પ્લેટ મળી જાય તે માટે આ પદ્ધતિ અંગે વિચારણા કરી છે. હાલમાં પ્રાયોગિક ધોરણે અમલી બનાવાશે.
આગળ વાંચો આરટીઓનો ટ્રેક નહીં ડ્રાઇવિંગ સુધારવાની પણ જરૂર, રાજ્યમાં 5.50 લાખ નંબર પ્લેટ લગાવવાની હજુ બાકી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો