કુડાસણ અને રાયસણમાં મળશે નર્મદાના નીરઃ ગુડાએ કર્યુ પાયાની જરૂરિયાત માટે આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ  ન્યૂ ગાંધીનગરના કુડાસણ અને સરગાસણ વિસ્તારના રહેવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગુડા દ્વારા અહીં નર્મદાના પાણી પહોંચાડવા માટે રૂપિયા 27 કરોડના ખર્ચે નેટવર્ક ઉભુ કરી લીધું છે અને એકાદ બે દિવસમાં જ રહેણાંક સોસાયટી, વાણિજ્ય વિસ્તારો સહિતમાં પાણીના જોડાણ આપવા માટે અરજીઓ મગાવવામાં આવશે. પાણીની પડતર કિંમત અને ઘર સુધી પહોંચાડવા માટે થનારા શુદ્ધિકરણ તથા વીજળીના ખર્ચની સામે પાણીના વ્યવસ્થાપનમાં રહેણાંકના હેતુમાં ગુડાને નુકસાન થશે. પરંતુ વાણિજ્ય અને બિન રહેણાંક હેતુના પાણી વ્યવસ્થાપનમાં ખર્ચ કાઢી લેવામાં આવશે. દરમિયાન જુલાઇ મહિના સુધીમાં સરગાસણ અને વાવોલ વિસ્તારમાં પાણી પહોંચાડવા કામગીરી શરૂ કરી દેવાઇ છે.ઉલ્લેખનીય છે કે પાટનગરમાં સમાવિષ્ટ શહેરી ગામોમાં પાણીની પાયાની જરૂરિયાતોની પુરી પાડવા ગુડા દ્વારા આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરાશે.

સ્વાભાવિક રીતે જ ઓએમઆર પદ્ધતિ અહીં લાગુ કરાશે. મતલબ કે મીટર મુકીને પાણી આપવામાં આવશે. કઇ સોસાયટીમાં કેટલું પાણી લેવામાં આવ્યું તે ઓટોમેટિક મીટર રીડીંગ સિસ્ટમમાં નોંધાઇ જશે અને તે પ્રમાણે સોસાયટીને પાણીના બિલ આપવામાં આવશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન આશિષભાઇ દવેએ કહ્યું કે રાયસણ અને કુડાસણ વિસ્તારની 100થી વધુ સોસાયટીના રહેવાસીઓને બોરના પાણી પીવાથી છુટકારો મળશે. ગુડાએ પાણી વ્યવસ્થાપનની આ સાથે શરૂઆત કરી છે.
આ વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ દ્વારા તો જોડાણ મેળવવા માટેના ઠરાવ પણ કરી દેવાયા છે. પાણી માટેની અરજીઓ મળી જવાની સાથે નજરે આવેલી જરૂરત પ્રમાણે બોર્ડ પાસેથી પાણી ખરીદાશે.

58 કિલોમીટર લંબાઇની  પાઇપલાઇન પાથરાઇ
કુડાસણમાં 25 કિલોમીટર લંબાઇની પાઇપલાઇન પાથરવામાં આવી છે. ઉપરાંત 12 લાખ લિટર ક્ષમતાની અન્ડર ગ્રાઉન્ડ અને 13 લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી કુલ રૂપિયા 8.23 કરોડના ખર્ચે તથા રાયસણ વિસ્તારમાં 33 કિલોમીટર લંબાઇનું પાઇપલાઇન નેટવર્ક, 50 લાખ લિટર સંગ્રહ ક્ષમતાની અન્ડર ગ્રાઉન્ડ અને 5-5 લાખ લિટર ક્ષમતાની 2 ઓવરહેડ ટેંક બાંધવા પાછળ 19. 09 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
 
બે વર્ષમાં ગુડા વિસ્તારને આવરી લેવાશે
સમગ્ર ગુડા વિસ્તારમાં આગામી બે વર્ષમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે આયોજન કરાયું છે. પ્રથમ કુડાસણ અને રાયસણ, ત્યાર બાદ સરગાસણ અને વાવોલ તથા તેના પછી રાંદેસણ અને ધોળાકુવા વિસ્તારમાં કામ કરાશે અને તે પ્રકારે રહેણાંક વિસ્તાર વધારે આવતો હોય તે મુદ્દાને નજર સમક્ષ રાખીને નેટવર્ક ઉભુ કરવામાં આવશે.
 
આગળ વાંચો, રહેણાંકમાં 10-વાણિજ્યમાં 30 પૈસે લિટર પાણી અપાશે
અન્ય સમાચારો પણ છે...