ગાંધીનગર: વરસાદમાં હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બીમાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટાંકીઓ ફાટી જવાની સમસ્યા સામે આવવા લાગતા તંત્રની પોલ ખુલવા લાગી હતી
- સ્પેશિયલ રૂમમાં પાણી ભરાતા બેડ ખસેડાયા : ફિમેલ વોર્ડમાં પ્લાસ્ટનાં પોપડા પડ્યા
ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડીકલ કોલેજની પધરામણી બાદ જીએમઇઆરએસ દ્વારા કરોડોનાં ખર્ચે નવા બિલ્ડીંગ ઉભા કરવામાં આવ્યા છે. જેનું બાંધકામ પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ(પીઆઇયુ) દ્વારા કરવામાં આવ્યુ છે. પરંતુ વરસાદે સરકારે બિલ્ડીગ પાછળ ખર્ચેલા કરોડો રૂપીયા પર પાણી ફેરવી દીધુ છે. વરસાદની સાથે જ ઠેર ઠેર પાણી ભરાવાની સાથે પ્લાસ્ટરનાં પોપડા પડવા લાગતા ખુદ સિવિલ બિલ્ડીગ જ બિમાર પડી ગયાની પરિસ્થિતિ નિર્માણ થઇ છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી એનએબીએચ પ્રમાણીત સરકારી હોસ્પિટલ છે. જયાં પ્રતિમાસ લાખોની સંખ્યામાં દર્દીઓ સારવાર લે છે. પરંતુ હોસ્પિટલનો વહીવટ જીએમઇઆરએસનાં તાબામાં ગયા બાદ દર્દીઓની દશા બેઠી છે. જેમાં સોસાયટી દ્વારા પીઆઇયુ માફરતે હોસ્પિટલ માટે 8 માળનું બિલ્ડીગ બનાવવામાં આવ્યુ છે. બિલ્ડીંગમાં વોર્ડ ખસેડવાની સાથે જ ટાઇલ્સ ઉખડી જવાની તથા પાણી ન આવવાની સમસ્યા સામે આવી હતી. નવુ બિલ્ડીંગ હજુ તો સંપુર્ણ રીતે કાર્યરત થાય તે પહેલા જ ગટરો ઉભરાવાની તથા ટાંકીઓ ફાટી જવાની સમસ્યા સામે આવવા લાગતા તંત્રની પોલ ખુલવા લાગી હતી. ત્યારે હવે વરસાદે પીઆઇયુની કામગીરીને નાપાસ કરીને પોલી ખોલી નાંખી છે.
હાલનાં દિવસોમાં પડી રહેલા વરસાદનાં કારણે નવા બિલ્ડીગનાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સ્પેશીલય રૂમમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સામે આવવા લાગી છે. પાણી ભરાવાનાં કારણે સ્પેશીયલ રૂમમાંથી દર્દીઓ માટે મુકવામાં આવેલા બેડ ફરી ખસેડી લઇને જુના સિવિલ બિલ્ડીંગમાં લાવવાની ફરજ પડી છે. જયારે જુનાં બિલ્ડીગની લોબીમાં પણ પોપડા પડવાની સમસ્યા યથાવત છે. તદુપરાત નવા બિલ્ડીંગમાં પમાં માળે આવેલા ફિમેલ વોર્ડમાં પણ વરસાદી પાણીનાં કારણે છતમાં લગાવવામાં આવેલા પ્લાસ્ટ ઓફ પેરીસની ટાઇલ્સ તુટીને પડવા લાગી છે. ખુદ હોસ્પિટલ જ બિમાર થતા દર્દીઓ તથા સિવિલ સ્ટાફને હાલાકી ભોગવવી પડી રહી છે.
અન્ય સમાચારો પણ છે...