નવનીત પ્રકાશનના માલિક નવીન શાહ એકાએક ગુમ : પોલીસ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: રાજ્યમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં વિખ્યાત બનેલા નવનીત પ્રકાશનના માલિક વૈશ્નોદેવી સર્કલ પાસેથી એકાએક ડ્રાઇવરને પોણા કલાકમાં આવું છંુ કહીને નિકળી ગયા બાદ પરત નહીં આવતા ડ્રાઇવર ચિંતામાં પડી ગયો હતો અને માલિકના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ અડાલજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ નવનીત પબ્લિકેશનના માલિક 69 વર્ષીય નવીનભાઇ નાનજીભાઇ શાહ (રહે. જીમખાના રોડ સામે, બોપલ, અમદાવાદ) મંગળવારે સવારે પોતાની મેમનગર ઓફિસથી પોતાની લગ્ઝુરિયસ કારમાં ડ્રાઇવર પ્રભાતભાઇ મગનભાઇ દેસાઇ સાથે વૈશ્નોદેવી સર્કલ પાસે આવ્યા હતા.
 
ડ્રાઇવરને કહ્યું હું પોણો કલાકમાં આવું છું ને પરત ન આવ્યા

બાદમાં સારથી પ્રભાતભાઇને કહ્યુ કે તમે અહીંયા પોણો કલાક રાહ જુઓ હું હમણાં મારું કામ પતાવીને આવું છું. સાહેબના કહ્યા પ્રમાણે સારથી કારમાં જ ગોરબંધ હોટલ પાસે પાર્ક કરાવેલી જગ્યાએ બેસી રહ્યા હતા. પોણા કલાકનો એક કલાક થવા આવ્યો છતા સાહેબ નહિં આવતા પ્રભાતભાઇએ સાહેબના પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં અડાલજ પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે મંગળવારથી ગૂમ થયેલા નવનીતભાઈની હજુ સુધી કોઈ ભાળ પોલીસને મળી નથી. પોલીસે સતત પોતાના ચક્રો ગતિમાન કરીને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ભેદી સંજોગોમાં ગાયબ થઈ જતાં પરિવાર પણ ઘણો ચિંતિત છે.
 
ભત્રીજાને ફોન કરીને કહ્યું હુ આજે મોડો આવીશ
 
નવનીત પ્રકાશનના માલિક ગુમ થયા તે વાત સામાન્ય નથી. પૈસે ટકે સુ:ખી નવનીતભાઇએ ઘરે મંગળવારે જ્યારે છેલ્લી વાર ભત્રીજા સાથે વાત કરી ત્યારે તેમને ફોન કરીને કહ્યુ હતુ કે હુ આજે દોઢ કલાક મોડો આવીશ. પરિવારજનોએ દોઢ કલાક બાદ ફોન કરતા નવીનભાઇનો ફોન જ રણકતો બંધ થઇ ગયો હતો અને સ્વિચ ઓફ બોલતો હતો.
 
LCB, SOG, Dysp ની ટીમે તપાસ શરૂ કરી  

 ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે કહ્યુ કે પોલીસ આ બનાવને બિલકુલ ગંભીરતાથી લઇ રહી છે. રાજ્યમાં પુસ્તક પ્રકાશનમાં વર્ષોથી નામના મેળવેલા વ્યક્તિ ગુમ થયા છે. ત્યારે પોલીસે એલસીબી, એસ”જી અને એક ડીવાયએસપીની ટીમ બનાવી અલગ અલગ થીયરી પર તપાસ શરૂ કરી છે.
 
 
અન્ય સમાચારો પણ છે...