તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: ગેહલોત સામે ભરતસિંહ સોલંકીના ‘મિજાજ’ની આગેવોનોની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સમક્ષ સૌરાષ્ટ્ર કૉંગ્રેસના આગેવાનોએ  પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિરુદ્ધમાં ફરિયાદ કર્યાનું જાણવા મળ્યુંં છે. પ્રદેશ પ્રમુખ ફરિયાદ સાંભળતા નથી અને સાંભળ્યા તોપણ નજરઅંદાજ કરે છે. પરિણામે નેતાઓ અપમાનની લાગણી અનુભવે છે તેવી ફરિયાદ ગેહલોતને કરાઈ હોવાનું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમના સ્વભાવને લઇને પહેલેથી જ વિવાદમાં છે. તેમના કાર્યકાળની શરૂઆતમાં જ તેમના સ્વભાવને કારણે તેમની વિરૂધ્ધમાં પ્રદેશના મોટાભાગના આગેવાનો થઇ ગયા હતા. પરિણામે એક તબક્કે તો તેમને પ્રદેશ પ્રમુખપદેથી હટાવવાની આગેવાનોએ છેક દિલ્હી સુધી ફરિયાદ કરી હતી.  પ્રદેશ પ્રભારી અત્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમને શુક્રવારે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના આગેવાનો મળ્યા હતા. 
 
આગળ વાંચો, ભરતસિંહના સ્વભાવને લઇને ફરિયાદ
 
અન્ય સમાચારો પણ છે...