ધમકીભર્યા ફોનને પગલે ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં જતા પણ ડરે છેઃ શંકરસિંહ વાઘેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:  ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા ઈન્ટરનેશનલ નંબર પરથી કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોને ખંડણી માગતી તેમજ સીટ ખાલી કરવા અંગેની ધમકી આપતા ફોન આવ્યા છે. જેને કારણે જનતાના પ્રતિનિધિઓ હોળીની રજાઓમાં પોતાના વિસ્તારમાં જતાં પણ ડરતા હોવાનું શંકરસિંહ વાઘેલાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે. વાઘેલા માંગ કરી કે, સરકારે આ મામલે તાત્કાલિક કોઇ પગલાં લેવા જોઇએ અને જરૂર જણાયે કેન્દ્રની પણ મદદ લેવી જોઇએ.

જેની સામે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસની તમામ એજન્સી સક્રિય હોવાનું અને કેન્દ્રની પણ મદદ લેવાઇ હોવાથી ટૂંક સમયમાં આ પ્રકરણમાં આરોપીઓ સુધી પહોંચવાની ખાતરી ગૃહ સમક્ષ અપાઇ હતી. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, આજે વિધાનસભાનું કામકાજ શરૂ થાય તે પહેલા અમારા પક્ષના સભ્યો મને મળવા આવ્યા હતા અને તેમને મળેલી ધમકીઓ અંગે ચિંતિત હતા. તેઓ રજાઓમાં પોતાના વિસ્તારમાં જવાના છે ત્યારે તેમની સલામતીનું શું તે ચિંતાનો વિષય છે. આ પ્રકારે ફોન પર ધમકી આપવાનું રીતસરનું રેકેટ ચાલતું હોય, ધારાસભ્યોને સીટ ખાલી કરવાની ધમકી મળતી હોય ત્યારે તે પોલિટિકલ બાબત બની છે, સરકારે તાત્કાલિક આવા તત્વો સુધી પહોંચવું જોઇએ.
આગળ વાંચો, અમે ગંદકી દૂર કરવા માગી છીએ
અન્ય સમાચારો પણ છે...