તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલના વિદ્યાર્થીઓના ધરણા સાથે સૂત્રોચ્ચાર, કોમન કાઉન્સેલીંગ સામે રોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ગુજરાત યુનિવર્સિટી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પીજીની પ્રવેશ પ્રક્રિયા કોલેજના અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા કોમન કાઉન્સેલીંગની પ્રક્રિયા કરવાના નિર્ણણને રદ કરાવવા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 1500 ભાવિ તબીબોએ ધામા નાખ્યા હતા. સવારથી જ  છાવણી તબીબોની હાજરીથી ઉભરાઇ ગયુ હતુ. જ્યારે બપોર બાદ મંત્રીને રજૂઆત કરી હતી. છાવણીમાં નુક્કડ કરી નિર્ણયનો વિરોધ કરીને સુત્રોચ્ચાર કરાયો હતો.
 
કેન્દ્રના આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા 10 માર્ચ 17ના રોજ મેડીકલ કાઉન્સલીંગ ઓફ ઇન્ડિયાની સુચના આપી મેડીકલ અને ડેન્ટલ શાખામાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં સરકાર દ્વારા કોમન કાઉન્સેલીંગ કરવામાં આવશે.ત્યારે સ્થાનિક કક્ષાએથી પ્રવેશ કાર્યવાહી કરવી નહિંનો આદેશ કરાયો છે. આ દેશને લઇને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

સરકાર દ્વારા વિદ્યાર્થીઓનુ ગરાસ લુંટવામાં આવી રહ્યુ છે. ત્યારે સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત યુનિવર્સિટીના 1500 ભાવિ તબીબો એકઠા થયા હતા અને નુક્કડ કરીને પરીપત્રનો વિરોધ કર્યો હતો. બપોર બાદ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

મેડીકલના વિદ્યાર્થી સંકેત પંચાસરાએ કહ્યુ કે સરકારના આ નિર્ણયની હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકશાન વેઠવુ પડશે. મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય જિલ્લાઓમાંથી અભ્યાસ કરવા આવ્યા છે. તેનુ એક માત્ર કારણ અહિંયા જ અભ્યાસ બાદ પીજી કરવા મળે તે છે. પરંતુ સરકારે સ્થાનિક લેવલનુ કાઉન્સેલીંગને રદ કરી કોમન કાઉન્સેલીંગ અમલમાં લાવતા અહિંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ નુકશાન થશે.
 
આગળ જુઓ, વધુ તસવીરો
 
(તસવીર - કલ્પેશ ભટ્ટ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો