તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ને ગેંગના અન્ય સાગરીતો વડોદરામાં હોવાની સંભાવના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા:પૂણે ક્રાઇમ બ્રાન્ચના એ.પી.આઇ. અને હેડ કોન્સ્ટેબલ પર આડેધડ ફાયરિંગ કરવાના બનાવમાં સંડોવાયેલા ગેંગસ્ટર સાગર રાજપૂતની ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે ધરપકડ કરી હતી. આજે તેને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, ગેંગસ્ટર વર્ષ 2015થી વડોદરામાં રહે છે અને માર્ને ગેંગ સાથે સંકળાયેલો છે ત્યારે આ ગેંગના અન્ય કોઇ સાગરીતો પણ વડોદરામાં છે કે કેમ, તેની તપાસ કરવાની છે.
ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર સાગર રાજપૂતે કરેલા આડેધડ ફાયરિંગમાં એ.પી.આઇ. રણજિત ભોયટે અને હેડ કોન્સ્ટેબલ રમેશ મોરેને ગોળી વાગતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી. પિનાકીન પરમારને સોંપવામાં આવી છે. પોલીસે કરેલા વળતા ફાયરિંગમાં ગેંગસ્ટર સાગર રાજપૂતને પણ ઈજા પહોંચી હતી અને તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે ગેંગસ્ટરની સયાજી હોસ્પીટલ ખાતેથી ધરપકડ કરી હતી. આજરોજ તપાસ અધિકારીએ આરોપી સાગર રાજપૂતને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે રજૂ કરેલા રિમાન્ડનાં કારણો
- પિસ્તોલ પર યુ.એસ.એ. લખેલું છે એટલે તેની પાસેથી જંગી કારતૂસો મળ્યા છે.
-આરોપી જે શેવરોલેટ કાર રાખે છે તે કોના માલિકીની છે ? કાર પર નંબર પ્લેટ બદલી છે.
- કારમાંથી જે શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે તે દસ્તાવેજોની તપાસ કરવાની છે.
- આરોપી પાસેથી કબજે કરવામાં આવેલી પિસ્તોલની તપાસ કરવાની છે.
- આરોપીની કારનો ઓરિજિનલ માલિક કોણ છે ? તેની તપાસ કરવાની છે.
- આરોપી માર્ને ગેંગનો સાગરીત છે અને આ ગેંગના અન્ય સાગરીતો પણ વડોદરામાં છે કે કેમ ? તેની તપાસ કરવાની છે.
- આરોપીએ વડોદરામાં પોતાની કોઇ ગેંગ ઊભી કરી છે ? અને જો ગેંગ બનાવી હોય તો તેમાં કોણ કોણ સામેલ છે ? તેની તપાસ કરવાની છે.
- આરોપી વર્ષ 2015થી વડોદરામાં રહે છે. તેણે મકાનો ભાડે રાખ્યાં છે અને હોટલમાં પણ રોકાયો છે ત્યારે તેને આર્થિક મદદ કોના દ્વારા કરવામાં આવતી હતી ? અને તેનાં આશ્રયસ્થાનોની તપાસ કરવાની છે.
ઇજાગ્રસ્ત કોન્સ્ટે.ની તબિયત સ્થિરવડોદરા
શહેરના નહેરુભવન ખાતે થયેલા શૂટ અઆાઉટમાં ઇજા પામેલા પૂણેના કોન્સ્ટેબલ દિલીપ મોરેનું બે દિવસ અગાઉ ઓપરેશન કરી તેના પેટમાંથી ગોળી કાઢવામાં આવી હતી. આજે તેનું ખભાનું ઓપરેશન કરવામાં આવનાર હતું. પરંતુ ગ્લોબલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ હજુ અગાઉના ઓપરેશનની રિકવરી આવે ત્યાર બાદ બીજું ઓપરેશન કરવામાં આવશે. હાલ તેની તબિયત સ્ટેબલ છે.
સાગર રાજપૂતનાં જૂઠાણાં સામે પૂણે પોલીસ સિફતપૂર્વક તપાસ કરશે
પૂણેની માર્ને ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર સાગર રાજપૂત જુઠ્ઠું બોલવામાં માહેર છે અને તપાસને અવળી દિશામાં પણ ભટકાવી શકે છે. પૂણે પોલીસ સાગર રાજપૂતની કુંડળીના આધારે તેના જુઠ્ઠાણાંને પહોંચી વળવા રણનીતિ તૈયાર કરી રહી છે. હાલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના કબજામાં રહેલા સાગર વિશેની વડોદરા પોલીસની તપાસ પૂરી થયા બાદ પૂણે પોલીસ સાગર રાજપૂતનો કબજો મેળવશે. પૂણે પોલીસ સાગર રાજપૂતની વડોદરામાં રહેલા રોકાણ દરમિયાનની રજેરજ માહિતી એકત્ર કરી રહી છે. પૂણે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ મિલિંદ ગાયકવાડે જણાવ્યું હતું કે સાગર જુઠ્ઠું બોલવામાં માહેર છે અને પોલીસની તપાસમાં સદંતર જૂઠ બોલી શકે છે. તેનાં જુઠ્ઠાંણાંને પહોંચી વળવા માટે ક્રોસ વેરિફિકેશન જરૂરી પી.આઇ ગાયકવાડે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો