ગાંધીનગરમાં મેઘ કહેરથી ગામોમાં પાણી ઘૂસ્યા, અનેક પરિવારો બન્યા ઘર વિહોણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાને મેઘરાજાએ સતત એક સપ્તાહ સુધી ઘમરોળ્યા બાદ શુક્રવારથી ખમૈયા કર્યા છે. વરસાદ અટક્યા બાદ શહેરી વિસ્તારોમાં તો સ્થિતી પાર પડી ગઇ છે. પરંતુ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અસંખ્ય મકાનોને નુકશાન તથા પડી જવાનાં કારણે પિડીત પરીવારોની છત છીનવાઇ છે. ઘણા ગામડાઓમાં પંચાયત દ્વારા પિડીતોને મદદ કરવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ ઘર ગુમાવનાર પરીવારો ગામમાં પરિચીતો તથા સંબધીઓ પર ઓશીયારા બન્યા છે.

કલોલ તાલુકાનાં ગામોમાં પાણી હજુ ભરાયા

દહેગામ તથા કલોલ તાલુકાનાં ગામોમાં પાણી હજુ ભરાયા છે. જયારે ચારેય તાલુકાનાં પ્રભાવીત ગામડાઓમાં પડી ગયેલા મકાનોના સમારકામ શરૂ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે. જયારે પશુઓની ગમાણો તથા ઢાળીયામાં વરસાદી પાણીની ગંદકી-કિચડ ભરાઇ રહ્યા છે.

વિરાતલાવડીમાં તળાવના પાણી ગામમાં ઘુસ્યા, મકાનો ધરાશાયી

ગાંધીનગના વિરાતલાવડી ગામના તળાવમાં ભારે વરસાદનાં કારણે તળાવની મર્યાદા કરતા વઘારે પાણી આવી જતા તળાવ ઓવર ફ્લો થઇ ગયુ હતુ. તળાવની પાળ વટાવીને પાણી ગામમાં ઘુસવા લાગતા માર્ગો પર ગરકાવ થઇ ગયા હતા અને મકાનોમાં પાણી ઘુસી જતાં અનેક રહીશો મુસીબતમાં મુકાયા હતા.

રણછોડપુરામાં પાણીનો ભરાતા, અનેક મકાનો જમીનદોસ્ત

કલોલ પંથકમાં ભારે વરસાદનાં કારણે રણછોડપુરા ગામમાં પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસ્યા હતા અને મકાનો ધરાશયી થયા હતા. સરપંચ ભારતીબેન ઠાકોરનાં જણાવ્યાનુંસાર પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. પરંતુ ઘર વિહોણા પરીવારોની હાલત કફોડી છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, થેન્ક યુ મેઘરાજા....
અન્ય સમાચારો પણ છે...