તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘બોલ માડી અંબે..જય જય અંબે’ના નાદ સાથે ગાંધીનગરના માર્ગો છલકાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : અંબાજી ધામે ભાદરવી પુનમના મેળા માટે રાજ્યભરમાંથી વિવિધ સંઘો અને સંસ્થાઓના નેજા હેઠળ તથા વ્યક્તિગત રીતે માંના આશીર્વાદ મેળવવા માટે ભાવિકોએ પ્રસ્થાન કર્યુ છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં બિરાજમાન માં જગદંબાના દર્શને દુર દુરથી શ્રદ્ધાળુઓ માર્ગો પર ઉમટી રહ્યાં છે. ત્યારે પાટનગરના રાજમાર્ગો પણ પદયાત્રીઓથી છલકાઇ રહ્યાં છે. નગરની વિવિધ સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની ભાવપૂર્વક સેવા કરવામાં આવી રહી છે.

વિવિધ સંસ્થાઓ દ્વારા 80 જેટલા સેવા પંડાલમાં પદયાત્રીઓની ભાવપૂર્વક સેવા
માર્ગો પર 80 જેટલા સેવા કેન્દ્રોમાં ચા-પાણી, શરબત, ગરમા-ગરમ નાસ્તો, ભોજન, આરામ અને ડૉકટરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ગાંધીનગરમાંથી પણ મોટા સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યુ છે. જેમાં સેકટર 13 સ્થિત જય અંબે પરિવાર દ્વારા 28મી પદયાત્રાનું આયોજન કરાયું છે. માતાજીના નિશાન, ધજા અને રથ સાથે 250 પદયાત્રીઓએ બોલ માડી અંબે- જય જય અંબેના જયઘોષ સાથે માતાજીની શાહી સવારી લઇને માતાના દર્શન માટે પ્રસ્થાન કર્યુ છે.

માર્ગો પરના ક્યા સેવા કેન્દ્રમાં કેવી સુવિધાઓ

અંબાજી તરફ જઇ રહેલા પદયાત્રીઓ માટે માર્ગો પર વિવિધ સંસ્થાઓ દ્વારા તેમના માટે વિશેષ સુવિધાના સેવા કેમ્પનું આયોજન કર્યુ છે. જેમાં ચ-0 પાસેના પંચદેવ યુવક મંડળ, રક્ષાશક્તિ સર્કલ પાસે સેવા કેમ્પ, ચ-3 સર્કલ પાસે લાયન્સ કલબ અને ભાજપ દ્વારા સેવા કેમ્પ અને જિલ્લા પંચાયત પાસે બાપા સિતારામનું સેવા કેન્દ્ર સહિત વિવિધ સ્થળે 80થી વધારે સેવા કેન્દ્રો આવેલા છે. તેમાં ભોજન અને આરામની સુવિધા સાથે ડોક્ટરોની ટીમ તો ખડેપગે જોવા મળી રહી છે, આ ઉપરાંત સેવાભાવી મહીલાઓ અને ગૃહસ્થો દ્વારા પદયાત્રીઓના પગે તેલ માલીશ પણ કરી દેવામાં આવે છે. દુખતા પગને આરામ મળે તેના માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો