તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા : સંચાલકે શિક્ષકને દારુડિયો કહીને નોકરીમાંથી કાઢી મુકતા ઝેર ઘોળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા : માણસાની એક શાળામાં નોકરી કરતા શિક્ષકને સ્કુલના સંચાલકે ‘દારૂડિયો..દારૂડિયો’ કહી માનસીક ત્રાસ આપીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. જેથી ત્રાસી ગયેલા શિક્ષકે મંગળવારે સવારે સ્કુલના દરવાજા પાસે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો.
સમયસર સારવાર મળતા શિક્ષકનો જીવ બચી ગયો
માણસા શહેરના વિજાપુર રોડ ઉપર આવેલી બ્લીસ ઇન્ટરનેશનલ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં 34 વર્ષિય ઠાકોર પ્રવિણસિંહ ચેહરાજી (રહે. ધોળાકુવા, માણસા)ને વારંવાર શાળાના સંચાલકો માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે દારૂડિયો દારૂડિયો કહેતા હતાં. વારંવારના ત્રાસથી કંટાળી મંગળવારે સવારે નવ વાગ્યાના સુમારે જંતુનાશક ઝેરી દવા લઇ સ્કુલના દરવાજા પાસે જ ગટગટાવી લીધી હતી. સ્થાનિક લોકોની નજર પડતાં તેમને તુરત જ સારવાર અર્થે તાત્કાલીક માણસાના ખાનગી દવાખાને સારવાર અર્થે લઇ જતાં તેમની તબિયત સુધારા ઉપર છે.
માણસાની શાળાના શિક્ષકને ત્રાસ આપીને કાઢી મુકાયો

બનાવની જાણ ડોકટરે પોલીસને કરાતા શિક્ષક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું મામલતદાર કચેરીમાં જણાવતાં નાયબ મામલતદાર ભરતભાઇ પી. પટેલે હોસ્પીટલ જઇ તેનું ડીડી નોંધ્યુ હતુ. જેમાં તેણે જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી શાળાના સંચાલક બાબુજી ઠાકોર તેમજ બી એમ ચૌધરી દારૂડીયા…દારૂડીયા... એમ કહી અપમાનિત કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. ગત સપ્તાહે તેને ખોટા બહાના બતામી નોકરીમાંથી કાઢી મુકતા માનસીક રીતે ત્રાસી જઇ આ પગલુ ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...