તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘તું મારી નહીં થાય તો જાનથી મારી નાંખીશ’ પરીણિતાને યુવકની ધમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા : સરકારની સ્ત્રીસશક્તિકરણની તથા સ્ત્રી સલામતીની ગુલબાંગો વચ્ચે જિલ્લામાં મહિલાઓ સાથે બળજબરી કરવાની, ત્રાસ આપવાની, ધમકી આપવાનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે માણસાનાં ફતેપુર ગામે એક યુવકે મજુર પરીવારનાં ઘરમાં ઘુસી જઇને પરીણાતીને બાથમાં લઇને બળજબરી કરતા હોબાળો મચી ગયો હતો. પરીણીતાએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. ઘુસણખોર યુવાન ‘તુ મારી નહી થાય તો જાનથી મારી નાંખીશ’ની ધમકી આપીને નાસી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે.

માણસાનાં ફતેપુરા ગામે મહિલાનાં ઘરમાં ઘુસી જઇને બળજબરી કરી

માણસા તાલુકાનાં ફતેપુરા ગામે રહેતા 23 વર્ષિય રમીલાબેન સેનમાં (નામ બદલેલ છે) પોતાના પતિ તથા દિકરા સાથે રહે છે. રમીલાબેનનાં પતિ ખેત મજુરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. મંગળવારે સાંજે 4 વાગ્યાનાં આરસમાં પોતાનાં ઘરે એકલા હતા ત્યારે ગામનાં જ યુવક મુકેશ કાન્તીલાલ સેનમા નામનાં શખ્સે બદઇરાતાથી તેણીનાં ઘરમાં ઘુસી જઇને પોત પ્રકાશ્યુ હતુ. મુકેશે આ પરીણાતાનાં ઘરમાં ઘુસી જઇને જબરજસ્તી કરવાની કોશીશ કરીને બાથમાં લઇ લેતા ગભરાઇ ગયેલી મહિલાએ બુમાબુમ કરીને સ્વરક્ષણ કરતા મુકેશને બચકુ ભરી લીધી હતુ. રમીલાબેનનાં આ રૌદ્રરૂપ બાદ મુકેશ તુ મારી નહી થાય તો જાનથી મારી નાંખીની ધમકી આપીને ફરાર થઇ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો