તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનમોહનની મુલાકાતને PMOના ઈશારે ગ્રહણ લગાડાયું : શંકરસિંહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમિત શાહની મુલાકાતને વેઈટેજ મળે તે માટેનો કારસો

ગાંધીનગર: ગુજરાતમાં પુર્વ વડાપ્રધાન મનમોહનસિંઘની મુલાકાત યોગ્ય નથી તેમ કહીંને એસપીજીએ તેમની સુરક્ષાના મુદ્દે હાથ ઉંચા કરી દીધા છે. આ કારણે 27મી ફેબ્રુઆરીને શનિવારે ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમમાં મનમોહનસિંઘ હાજર રહીં શકશે નહીં. આથી ગાંધીનગરમાં ર્ડા. મનમોહનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવો આક્ષેપ કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનની સલામતીની જવાબદારી ગુજરાત પોલીસ કે એસપીજી લેવા તૈયાર ન થઇ નથી અને મનમોહનસિંઘની પ્રતિભાને જોઇને તેઓ ગુજરાત ન આવે તેવું કાવતરું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યાલયમાંથી જ કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં છે અને મનમોહનસિંઘ આવે તો પ્રજા અને મિડીયા મનમોહનસિંઘને મહત્વ વધારે આપે તેમ હતા. આથી અમિત શાહની ગુજરાતમાં નોંધ લેવાય એટલે જ આ કારસો કરાયો હતો.

પાટીદારો સામેની કાર્યવાહીને કોંગ્રેસે વખોડી

વાઘેલાએ પાટીદાર આંદોલનનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો અન કહ્યું હતું કે હરિયાણામાં જાટ આંદોલનમાં આટલી નુકશાની થઇ પણ કોઇ સામે રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા નથી. અહીંયા ગુજરાતમાં હાર્દિક પટેલ પરિવારનો છોકરો કહેવાય તો પણ તેને દિવાળી જેવા તહેવાર જેલમાં ગુજારવા પડે તેવી સ્થિતિ સરકારે લાવી દીધી છે.
અન્ય સમાચારો પણ છે...