તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્દ્રોડા પાર્કમાં ઝાડ પર સજોડે ગળા ફાંસો ખાઇને પ્રેમી યુગલનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગરનાં ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં સહેલાણીઓની સાથે પ્રેમી-યુગલોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે એક પ્રેમી યુગલે ઉદ્યાનની ઝાડીઓમાં નિર્જન વિસ્તારમાં લીંબડાનાં ઝાડની ડાળીએ નાયલોનની દોરી બાંધીને ગળાફાંસો ખાઇને સજોડે આપઘાત કરી લીધો હતો. પાર્કનાં કર્મચારીને રવિવારે સાંજે ઘટના ધ્યાને આવતા ફાઉન્ડેશનનાં ડેપ્યુટી ડાયરેકટને ધ્યાને દોરતા ઇન્ફોસીટી પોલીસને જાણ કરી હતી. જેમાં આપઘાત કરનાર કિશોરી અમદાવાદની તથા યુવક પાટણનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે.

રવિવારે સાંજે ગીર ફાઉન્ડેશનથી ઉદ્યાનમાં આપઘાતની જાણ કરતા પીએસઆઇ એમ આર પટેલ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. જેમાં નિલગીરી વન પાસેની ઝાડીઓમાં લીંબડાની ઝાડેથી બંને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હાલતમાં મળ્યા હતા. સ્થળ પંચનામુ કરીને મૃતદેહો ઉતારીને યુવાનનાં ખીસ્સામાં તપાસ કરતા વોલેટ મળી આવ્યુ હતુ.
 
બંનેનાં પરીવારજનો કૌટોબીંક સગા
વોલેટમાંથી મળેલા ઇલેકશન કાર્ડ સહિતનાં પુરાવા આધારે યુવાનનું નામ મનુજી ભીખાજી ઠાકોર(ઉ.વ.20) હોવાનું તથા પાટણ જિલ્લાનાં ચણાસ્મા તાલુકાનાં ટીંટોડા ગામનો રહેવાસી હોવાનું ખુલ્યુ હતુ. તેમનાં પરીવારજનોને જાણ કરતા ગાંધીનગર દોડી આવ્યા હતા અને મનુજીની સાથે આપઘાત કરનાર યુવતી અમદાવાદનાં ડફનાળા વિસ્તારનાં આઇથર્ડ ફ્લેટમાં રહેતા માલાજી હીરાજી ઠાકોરની દિકરી હેતલ(ઉ.વ.17) હોવાની ખબર પડી હતી. બંનેનાં પરીવારજનો કૌટોબીંક સગા હતા તથા મનુજીની કિશોરીનાં ઘરે આવજા રહેતી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ લગ્ન શક્ય નહોતા. જેને લઇને સજોડે ફાંસો ખાઇ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...