તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલ મહાકુંભ: 30 હજારના ટાર્ગેટ સામે ગાંધીનગરમાંથી માત્ર 12 હજારનું રજીસ્ટ્રેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: આગામી મહિને યોજાનારા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભને સફળ બનાવવા ગ્રામ પંચાયતથી લઇને સચિવાલય સુધી તમામ સરકારી તંત્રને કામે લગાડવામાં આવ્યા છે. કોઇ પણ રમતમાં ભાગ લેવા માટે ખેલાડીએ ઉંમરના બાધ વગર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અને વધુને વધુ ખેલાડીઓની નોંધણી થાય તેના માટે શહેર અને જિલ્લા તંત્રના અધિકારીઓ આકાશ પાતાળ એક કરી રહ્યાં છે, કેમ કે રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર નક્કી કરાયેલી છે. ત્યારે પાટનગરની મહાપાલિકા વિસ્તારમાંથી 30 હજારના લક્ષાંક સામે હજુ સુધી માત્ર 12 હજાર રજીસ્ટ્રેશન થયા હોવાથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત અધિકારી, કર્મચારીઓને શાળાના બાળકોના વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ કરી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 60 હજાર ખેલાડીએ કરાવ્યું રજીસ્ટ્રેશન

બીજી બાજુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના મળીને 60 હજાર રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે. જિલ્લા કલેક્ટર સતિષ પટેલના જણાવવા પ્રમાણે ઓક્ટોબર મહિનામાં તા, 26થી 28મી સુધી 3 દિવસનો ખેલ મહાકુંભ રાજ્યભરમાં યોજાશે. રમત ગમતના આ ઉત્સવમાં કોઇપણ ઉંમરના વ્યક્તિ કોઇપણ રમતમાં ભાગ લઇ શકશે. અનેકવિધ સ્પર્ધાઓના આયોજન સ્થળો નિયત કરવાની કવાયત હવે હાથ ધરવામાં આવનાર છે. દરમિયાન દરરોજ 7થી 8 હજાર ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે નામ નોંધાવી રહ્યાં છે અને ઓનલાઇન રજીસ્ટ્રેશનની આ કામગીરી જિલ્લાભરમાં ચાલી રહી છે. તેમાં આજ સુધીમાં 60 હજાર ખેલાડીઓ દ્વારા નામ નોંધણી કરાવી દેવામાં આવી છે.

ત્રણ દિવસમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા બેઠક બોલાવાઇ

ગ્રામ્ય કક્ષાએ ખેલાડીઓના રજીસ્ટ્રેશનની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. ત્યારે મહાપાલિકા વિસ્તારમાંથી હજૂ સુધી માત્ર 12 હજાર ખેલાડીના નામ નોંધવામાં આવ્યા છે. મહાપાલિકા વિસ્તારમાં ખેલાડીઓની 30 હજારની સંખ્યાનો લક્ષ્યાંક લેવામાં આવ્યો છે અને હવે રજીસ્ટ્રેશન બંધ થવા આડે માત્ર 3 દિવસ બાકી રહ્યાં હોવાથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય અને વધુને વધુ ખેલાડીઓ આ લોકોત્સવમાં જોડાય તેના માટે સંબંધિત અધિકારીઓને બોલાવી બેઠક યોજવામાં આવી હતી.

અધિકારીઓને સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતું કે શાળાના કોઇ બાળકો રમતોત્સવમાં ભાગ લેવાથી વંચિત ન રહે તે પ્રકારે આયોજન કરવાનું છે. શાળાના સંચાલકોની રૂબરૂ મુલાકાત લઇને વધુ રજીસ્ટ્રેશન કરવા સમજ આપવા પણ કહેવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો