ખરીફ પાકના વીમા માટે 15 જુલાઇ સુધી આઇ ખેડૂત પોર્ટલ ઓપન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : કુદરતી આપત્તીમાં ખેતપાકમાં થતા નુક્શાનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) લોન્ચ કરવામાં આવી છે. તેમાં ખરીફ પાકનો વીમો લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. તેના દ્વારા ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના ખેડૂતો 15મી જુલાઇ સુધી અરજી કરી શકશે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં વધુને વધુ ખેડૂતો લાભ લઇ શકે તે માટે જિલ્લા ખેતીવાડી શાખાનો પ્રયાસ

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને સફળ બનાવી જિલ્લાના ખેડૂતોને કુદરતી આપત્તીમાં સહાય મળી રહે તેવા આશયથી જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તે માટે જિલ્લાના 49 ગ્રામ સેવકોને તાલીમ આપવાની શરૂ કરવામાં આવી છે. જો કે તાલીમની કાર્યવાહી પૂર્ણતાના આરે છે. હવે ગ્રામ સેવકો ખેડૂતોને પાક વીમાની પોલીસીની અરજી કરાવવામાં મદદરૂપ થશે. અરજી કરવા માટે દરેક ગ્રામ પંચાયતના ઇ ગ્રામ સેન્ટરનો ખેડૂતોએ સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી (ઇ) મહાવીરસિંહ વાઘેલાએ જણાવ્યું છે.

ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને કેવો લાભ

વીમાપાત્ર રકમ (સમ ઇન્સ્યોર્ડ) અને પ્રિમિયમના દર અમલીકરણ સંસ્થા દ્વારા પીએમએફબીવાય હેઠળ ખરેખર પ્રિમિયમ દરો ચાર્જ કરવામાં આવશે. ખેડૂતો દ્વારા ખરીફ પાકો માટે 2 ટકા અને રવિ પાકો માટે 1.5 ટકા તેમજ વાર્ષિક વાર્ણિજ્યક-વાર્ષિક બાગાયતી પાકો માટે 5 ટકા સુધીનું પ્રમિયમ ભરવાનું થાય છે. ખેરખર પ્રિમિયમ દર અને ખેડૂત દ્વારા ચૂકવવામાં આવતા પ્રમિયમના દરના તફાવતને સામાન્ય પ્રિમિયમ સમસીડી તરીકે ગણવામાં આવે છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 50-50 ટકા પ્રમાણે ચૂકવાશે. તેના આધારે પાકને કુદરતી આપત્તી સમયે નુક્સાન થાય તો ખેડૂતને પુરતુ વળતર મળશે.

યોજનાનો હેતુ અને કયા કયા પાકનો સમાવેશ

કુદરતી આપત્તીના કારણે થતા પાક નુક્શાન સામે ખેડૂતોને વળતર આપવુ, ખેડૂતની આવકને સ્થીર કરવી, ખેડૂતોને આધૂનિક કૃષિ ટેકનિકો વાપરતા કરવા, કૃષિમાં ધીરાણનો પ્રવાહ જાળવી રાખવો. ગાંધીનગર જિલ્લામાં વિવિધ 8 પાકને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. તેમાં કપાસ, ડાંગર, જુવાર, બાજરી, મગફળી, દિવેલા અને મગનો સમાવેશ થાય છે. ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ (www.ikhedut.guarat.gov.in) ઉપર ઓનલાઇન પાક વીમા માટેની પ્રપોઝલ (દરખાસ્ત) ભરી પ્રિન્ટ કાઢવાની રહેશે. તેની ઉપર સહી કરીને સંબંધિત બેંકમાં રજૂ કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...