તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલના યુવકોએ સિંગાપુરમાં ઉજવ્યુ સ્વાતંત્ર્ય પર્વ, 12 ભારતીય મિત્રોને ખાસ બોલાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ:પ્રતિ વર્ષ વતન કલોલમાં આવીને ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા આવતા કલોલના 3 યુવાનો દ્વારા આ વખતે સિંગાપુરમાં 15મી ઓગષ્ટની ભવ્ય ઉજવણી કરવાના ખાસ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું અને કલોલથી 12 મિત્રોને ખાસ સિંગાપુર બોલાવ્યા હતાં અને 15 ભારતીય મિત્રોએ વિશિષ્ટ ઉજવણી કરી હતી.
સિંગાપુરમાં સ્થાયી થયેલા કલોલ શહેરના 3 યુવાનોએ ઘણાં વર્ષો 15મી ઓગષ્ટની ઉજવણી વિદેશમાં કરી હતી. તેમાં સિંગાપુરના મિત્રોને આમંત્રિત કરવામાં આવતા હતાં અને ભારે ઉત્સાહ સાથે ભારતીય તરીકે વિદેશમાં ભારત પ્રત્યેનો પ્રેમ અને લાગણી ઉજાગર કરતા હતાં. તે પછી છેલ્લા 3 વર્ષથી તેઓ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે પોતાના માદરે વતન આવતા હતાં. ત્યારે આ વખતે ભારતના 70મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી સિંગાપુરમાં કરવા માટે કલોલ શહેરના 12 યુવાનોને ખાસ સિંગાપુરના પ્રવાસે બોલાવ્યા હતાં.
15મી ઓગષ્ટની વિશિષ્ટ ઉજવણી માટે સિંગાપુર ગયેલા પ્રદિપ રાવરાણીએ જણાવ્યું કે વિદેશમાં વસતા કલોલ પંથકના મિત્રો દ્વારા હર્ષવર્ધન ગૃપની સ્થાપના કરાઇ છે. ઘણાં વર્ષોથી કાર્યરત આ ગૃપ દ્વારા ખાસ કરીને દેશભક્તિ ઉજાગર કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સેલીબ્રેશન માટે ભારતીય રાષ્ટ્રધ્વજને પણ ભારતથી લઇ જવામાં આવ્યા હતાં. ત્યાં ભારતીય તિરંગાનું સન્માન જળવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. તા.14,15 અને 16મીએ ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
સેલીબ્રેશન માટે ખાસ ડ્રેસ તૈયાર કરાયો

સિંગાપુરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા માટે ખાસ ભારતીય પોષાક તૈયાર કરાવાયો હતો. તમામ મિત્રોને એક સરખો ડ્રેસ પહેરીને સેલીબ્રેશનમાં સામેલ કરવામાં આવ્યા હતાં. તે માટે ખાસ કાપડનો ડ્રેસ તૈયાર કરીને સિંગાપુર લઇ જવાયો હતો.
હર્ષવર્ધન ગૃપના કયા કયા મિત્રો સિંગાપુર ગયાં
હર્ષવર્ધન ગૃપના નેજા હેઠળ કલોલમાંથી 12 મિત્રો સિંગાપુર ગયા છે. તેમાં પ્રદિપ રાવરાણી, રમેશકુમાર પર્સવાણી, રોનક બારોટ, દિપેન બારોટ, પ્રવીણ પ્રજાપતિ, શૈલેષ પટેલ, અશોક પટેલ, વિકાસ દરજી,આરીફ હુસેનનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો