તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર: રાજમાર્ગો પર તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા, મોટીસંખ્યામાં ભક્તો જોડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વમાં તપશ્ચર્યા અને અઠ્ઠાઇ કરનાર તપસ્વીઓ માટે રવિવારે સવારે સેકટર 22 શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતેથી ભવ્ય વરઘોડાનું આયોજન કરાયુ હતું. તેમાં જૈનાચાર્ય નરરત્ન સુરીશ્વરજી, ગુરૂજનો, 30 તપસ્વીઓ સાથે વાજતે ગાજતે ઘોડાગાડી, હાથી તથા રાસમંડળી સાથે શોભાયાત્રા નિકળી હતી.
જૈન દેરાસર ખાતે વહેલી સવારે રાજ્યના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર પ્રવિણભાઇ પટેલ, ધારાસભ્ય અશોકભાઇ પટેલ, ગુડાના ચેરમેન આશિષ દવે તથા કોર્પોરેટરે શોભાયાત્રાને લીલી ઝંડી આપીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં શહેરના અગ્રણીઓ જોડાયા હતા. ચાતુર્માસ અર્થે સેકટર 22માં બિરાજમાન જૈનાચાર્ય નરરત્ન સુરીશ્વરજીની નિશ્રામાં રવિવારે સવારે સેકટર 22ના જૈનદેરાસરથી શોભાયાત્રા નીકળીને શહેરના પંચદેવ મંદિર થઇને સેકટર 21 તથા ચ માર્ગેથી દેરાસર ખાતે પરત ફરી હતી. શોભાયાત્રાના માર્ગે સુંદર રંગોલી તથા ગરબા મંડળીઓ, તપસ્વીઓ તથા વેશભુષા જોવા મળે છે. પર્યુષણ મહાપર્વમાં તથા જૈન સંઘમાં અઠ્ઠાઇ અને તેથી ઉપરની તપશ્ચર્યા કરનાર 30 જેટલા તપસ્વીઓની અનુમોદનનાર્થે ભવ્ય વાજતે ગાજતે શોભાયાત્રા નિકળી હતી.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો