તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલના તબેલા જેવા રસોડામાં ઓફિસ ફાળવવામાં આવી, કર્મચારીઓમાં નિરાશા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર સિવિલ છેલ્લા છ મહિનાથી બિલાડીના બચ્ચાની જેમ કચેરીઓને વારંવાર બદલવામાં આવી રહી છે. ઇ, એફ અને જી બ્લોક તોડવાના હોવાથી કચેરીઓને બદલવામાં આવી રહી છે. પરંતુ બ્લોક ક્યારે તોડવાના છે તેનો સમયગાળો નક્કી નથી. ત્યારે ભેંસોના તબેલા જેવા સિવિલના જૂના રસોડામાં આરએમઓ, નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિત ક્લાર્કની કચેરીઓને લઇ જવાના નિર્ણય સામે કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરની સિવિલમાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમા ખાસ કરીને વહિવટ કચેરીઓ વારંવાર બદલાઇ રહી છે. ત્યારે છ મહિના પહેલા આરએમઓ, નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, એસઆઇની કચેરીને બદલીને લેબર રૂમની ઉપર લઇ જવામાં આવી છે. જેને હવે જૂના રસોડામાં લઇ જવાની કવાયત કરવામાં આવી રહી છે. જ્યારે આ કચેરીઓમાં લગાવેલા એસીને હવે ત્યાં લઇ જવામાં આવશે. રીનોવેશન કરવા રૂ. 35 લાખનું એસ્ટીમેન્ટ કાઢવામાં આવ્યુ છે. કચેરી બદલવાના નિર્ણયને લઇને કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
 
આગળ વાંચો, ભયજનક ઇમારતમાં મહિલાઓને સારવાર અપાઇ રહી છે
અન્ય સમાચારો પણ છે...