તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર-અમદાવાદમાં બેફામ ખનીજ ચોરીઃ માત્ર 6 વાર ચેકિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ બેફામ બની છે ત્યારે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં  છેલ્લા બે વર્ષમાં ખનીજ ચોરીના 668 કેસ પકડ્યા છે. આ બદલ 14.80 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે. સરકારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલના પ્રશ્નના જવાબમાં રજૂ કરેલી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં વર્ષ 2015માં 174 અને વર્ષ 2016માં 494 ખનીજ ચોરીના કેસ નોંધાયા હતા. 2015માં 3.69 કરોડ અને 2016માં 11.10 કરોડનો દંડ વસૂલાયો હતો. ગાંધીનગર જિલ્લામાં આ બે વર્ષમાં 583 કેસ પકડાયા હતા. આ કિસ્સાઓમાં ગુજરાત ખનીજ ધારા હેઠળ 1230 લોક સામે કેસ કરાયા હતા જ્યારે આઇપીસી હેઠળ 21 લોકો સામે કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. ગેરકાયદે માઇનિંગની પ્રવૃત્તિ પકડવા સરકારે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી છે પરંતુ અમદાવાદ જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડે બે વર્ષમાં માત્ર 6 વખત ચેકિંગ હાથ ધર્યું હતું.
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો