તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીના આદેશની ઐસીતૈસી: RTOના સ્ટેટ ડ્રાઇવીંગ ટ્રેક પર હજુ પણ આડા સેન્સર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગર આરટીઓમાં પાકા ડ્રાઇવીંગ લાયસન્સ માટેના સ્ટેટ ટ્રેક પર લગાડાયેલા સેન્સર અયોગ્ય હોવાની ફરિયાદ વાહન વ્યવહાર મંત્રી સમક્ષ કરાઇ હતી. ત્યારે મંત્રીએ સેન્સર ઉભા કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં એક અઠવાડિયા પછી પણ ખાનગી કંપની દ્વારા તેનો અમલ કરાયો નથી. આમ ખાનગી કંપનીની મનમાનીના કારણે ડ્રાઇવીંગ ટેસ્ટ આપનારા અરજદારો મોટી સંખ્યામાં નાપાસ થઇ રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. રાજ્યની સૌપ્રથમ ગાંધીનગર આરટીઓને હાઇટેક બનાવાઇ હતી. તેમાં સ્માર્ટ કાર્ડ, હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ સહિતની અનેક કામગીરી ખાનગી કંપનીને સોંપાઇ છે. તે પ્રમાણે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકનું સંચાલન પણ ખાનગી દ્વારા કરવામાં આવે છે.

અરજદારોએ સેન્સર અયોગ્ય હોવાની વાહનવ્યવહાર મંત્રીને ફરિયાદ કરી હતી

દરમિયાન છેલ્લા ઘણાં મહિનાઓથી ટેસ્ટ ટ્રેક ઉપરના સેન્સરને આડા કરાયા છે. જે અયોગ્ય હોવાના કારણે ડ્રાઇવીંગ ટેસ્ટ આપતા અરજદારોને ગેરસમજ થવાથી રોજ અનેક અરજદારો નાપાસ થઇ રહ્યાં છે. તેના કારણે તેમને બીજો ધક્કો ખાવો પડે છે અને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. આ અંગે અનેક વખત ફરિયાદો થઇ હોવા છતાં વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ આજ સુધી ખાનગી કંપની સામે પગલા ભર્યા નથી. તેના કારણે ખાનગી કંપનીના સંચાલકો અને કર્મચારીઓ મનમાની કરી રહ્યાં છે.

દરમિયાન તાજેતરમાં વાહન વ્યવહાર મંત્રી વલ્લાભ કાકડિયાએ ગાંધીનગર આરટીઓની મુલાકાત લીધી હતી. ત્યારે એક મહિલા અરજદાર સહિત અનેક લોકોએ ટેસ્ટ ટ્રેક ઉપરના સેન્સર ઉભા કરવા રજૂઆત કરી હતી. ત્યારે મંત્રીએ આદેશ કર્યો હતો, કે સેન્સર નિયમ મુજબ તાકિદે કરવામાં આવે. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેમ મંત્રીના ગયા પછી આજ સુધી આડા સેન્સર ઉભા કરવાની તસદી ખાનગી કંપનીએ લીધી નથી. કે કંપનીને કોઇ અધિકારીઓએ નિયમનું પાલન કરવા ફરજ પાડી નથી. તેના કારણે કર્મચારીઓ અને એજન્ટોમાં એવી ચર્ચા થઇ રહી છે કે કંપની સાથે અનેક કેટલાક અધિકારીઓની સાંઠગાંઠ જવાબદાર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો