મોડી રાતથી ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, રોડ પર પાણી ફરી વળ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: મેઘરાજાએ પાટનગરના લોકોને અસલ રંગ દેખાડી દીધો હતો. સવારે નગરવાસીઓ જાગ્યા ત્યાં સુધીમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. રાત આખી વરસ્યા પછી સવારે પણ વરસાદ ચાલુ રહેવાના કારણે મહાપાલિકા તંત્ર હરકતમાં આવી ગયુ હતું. કેમ કે કુલ મળીને 11 ઇંચ વરસાદ પડી ગયો હતો. પરિણામે નગરના મુખ્ય માર્ગો તો ફૂટપાથ સહિત પાણી ચઢી જવાથી જાણે નદિ સમાન બની ગયા હતાં. સ્લમ વિસ્તારો નાજુક હાતમાં આવી ગયા હતાં. આદિવાડા, પાલજ, ધોળાકુવા, મહાત્મા મંદિર સામેની ઝુંપડ પટ્ટી સહિતના વિસ્તારમાં છાપરા અને કાચા મકાન ધરાસાયી થવાના બનાવ બન્યા હતાં. તેમાં આદિવાડામાં બે વ્યક્તિને રેસ્કયુ કરવામાં આવ્યા હતાં.
 
 
મેયરે પાણીમાં જ અધિકારીઓ સાથે કરી ચર્ચા
 
ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. જ્યારે ગાંધીનગર ફાયરબ્રિગેડ ઓફિસના આગળના ભાગે પાણી ફરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે બોટનો સહારો લેવો પડ્યો હતો. ગાંધીનગર મેયર પ્રવિણ પટેલે પાણીમાં જ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને શહેરની મુલાકાત કરી હતી.
 
કલોલનું પાનસર તળાવ છલકાયું
 
ભારે વરસાદને કારણે ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલું પાનસર તળાવ છલકાઈ ગયું હતું. જેનું પાણી કલોલના રસ્તાઓ પર ફરી વળ્યું હતું. પાનસર તળાવ છલાકાત લોકો જોવા માટે ઉમટ્યાં હતાં. તળાવનું પાણી રોડ પર આવતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
 
ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા પાણીમાં ફસાયા
 
ભારે વરસાદને કારણે કલોલમાં પાનસર તળાવ છલકાયું હતું. તળાવ છલકાતા તેનું પાણી હાઈવે પર ફરી વળ્યા હતાં. જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે જઈ રહેલ ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા કલોલ ફસાયા હતા. પાણી ફરી વળતાં હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો જેના કારણે તેઓ કલોલથી જ પરત ફર્યા હતાં.
 
કલોલમાં પણ ભારે વરસાદ

મોડીરાતથી કલોલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો જેના કારણે સમગ્ર કલોલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી. સવારે ઉઠીને લોકોએ જોયું તો રોડ પર પાણી જ પાણી હતું. જેના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પાણી નિકાલ માટે જેસીબીથી ફૂટપાથ તોડાઈ....
અન્ય સમાચારો પણ છે...