તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘હા, હું નજરકેદ છું’, હાર્દિકના હંગામી નિવાસ બહાર સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓ તૈનાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલને ઉદેપુરની પોલીસે ફરી એક વાર ઘરની બહાર જતા રોક્યો છે. જ્યારે હાર્દિકે જણાવ્યું છે કે ભાજપ મને ખતમ કરવાના કામે લાગ્યો છે. આતંકવાદીની જેમ મારું એન્કાઉન્ટર કરવા માગે છે. હાર્દીક 24 જુલાઈની સાંજના 6 વાગ્યે પોતાના નિવાસ્થાનથી 2 કીલોમીટર દૂર આવેલા પ્રખ્યાત બોહરા ગણેશ મંદીર દર્શન કરવા જવા નિકળ્યા હતા. પરંતુ તરત જ ઉદેપુર પોલીસે તેની કારને રોકી હતી અને કોર્ટનો હુકમ ન હોવાનું કહીને નિવાસસ્થાને પરત થવાનું કહ્યું હતું.
ભાજપ મારું એન્કાઉન્ટર કરવા માગે છે: હાર્દિક પટેલ

આ અંગે હાર્દિકે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું કે ‘હું જેવો ગણેશ મંદિર દર્શન કરવા માટે નીકળ્યો કે તરત જ ઉદેપુર પોલીસે મને આંતરીને રોકી લીધો હતો. પોલીસનું વર્તન એવું હતું કે જાણે કોઈ મોટા ગુનેગારને આંતરી લીધો હોય. આ જોતા મને લાગે છે કે ભાજપની સરકાર મારી સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરી રહી છે.
ઉદેપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુષ્કાર ડાંગીના ફાર્મહાઉસમાં છ મહિના માટે રોકાયેલા હાર્દિક પટેલ પર નજર રાખવા પોલીસે જાપ્તો ગોઠવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાર્દિકના હંગામી નિવાસ બહાર પોલીસે પાંચ જેટલા સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા છે. રાજસ્થાન પોલીસે ઘરની બહાર હંગામી પોલીસ ચોકી ઉભી કરી હાર્દિકને મળવા આવતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનુ પણ સૂત્રો દ્વારા જણાવાયુ હતું.

ઉલ્લેખનીય છે કે 20 જુલાઈના રોજ હાર્દિક પટેલે પોતાના જન્મદિવસને લઈને નાથદ્વારા દર્શન માટે ગયો હતો, ત્યારે પણ આઈજીએ તેમને ઓફિસે બોલાવીને કોર્ટની શરતોનું પાલન કરવાનું જણાવ્યું હતું.
નાથદ્વારાથી પરત ફરતી વખતે ટોલ ટેક્સ ન ચુકવવા મામલે બબાલ

20 જુલાઈના રોજ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે ટોલબૂથ સ્ટાફને ધમકી આપવા મામલે રાજસ્થાનમાં FRI દાખલ કરવામાં આવી હતી. રાજસમન્દ એસપીના જણાવ્યા અનુસાર, ટોલબૂથ કર્મચારીને ધમકી અને ટોલ ટેક્સ ન ચુકવવા બાબતે હાર્દિક, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુષ્કર ડાંગી સહિત આઠ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આઈપીસી કલમ 384, 143 મુજબ ગુનો નોંધ્યો

આ મામલે મળતી માહિતી અનુસાર, બુધવારે હાર્દિક સહિતનો કાફલો ચાર કાર સાથે રાજસમન્દથી ઉદેપુર તરફ નાથદ્વારા મંદિરથી પરત ફરી રહ્યો હતો. ટોલબૂથ સ્ટાફની ફરિયાદ અનુસાર, તેઓએ ધમકી આપી ટોલ ટેક્સ ન ચુકવતા દેલવારા પોલીસે સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આઈપીસી કલમ 384, 143 અંતગર્ત કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીનાથનગર સ્થિત માવલીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પુષ્કર ડાંગીના મકાનમાં રહેતો હાર્દિક તેના જન્મદિન નિમિત્તે મંગળવારે સાંજે નાથદ્વારા પહોંચ્યો હતો.
આગળ વાંચો હાર્દિકના હંગામી નિવાસ બહાર પોલીસકર્મીઓ તહેનાત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો