તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘શાહ હુમલો કરાવે કે ક્યાંક ફસાવી દે તેવી શંકા’, હાર્દિકે ઘરમાં લગાવ્યા 6 CCTV

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદયપુર : પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી પોતાના જીવનું જોખમ હોવાની શંકા વ્યકત કરી છે. તેમજ કોઇ ષડયંત્રમાં ફસાવી શકે એવી ભીતી ના કારણે હાર્દિકે ઉદેપુર ખાતેના નિવાસે 6 સીસીટીવી કેમેરા લગાવ્યા છે.હાર્દિકે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, ઉદેપુરના પૂર્વ કોંગી ધારાસભ્ય પુષ્કર ડાંગીના મકાનમાં હું રહું છું. આ મકાનની આસપાસ રાજસ્થાન સરકાર અને પોલિસની ગતિવિધિ શંકાસ્પદ છે. આવી શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા 6 સીસીટીવી લગાવ્યા છે.
શાહ હુમલો કરાવે કે ક્યાંક ફસાવી દે તેવી શંકા

હાર્દિકે કહ્યું હતું કે, અમિત શાહના કહેવાથી ઉદયપુર પોલીસ મારી ઉપર હુમલો કરે અથવા તો કોઇ ષડયંત્રમાં ફસાવી શકે છે. કેટલાક દિવસોથી મારા ઘરની બહાર કેટલીક શંકાસ્પદ ગાડીઓ આવીને ઉભી રહે છે. આ ગાડીમાંથી અજાણ્યા લોકો પોલીસ સાથે વાત કરી મકાનના ફોટા પાડે છે. આવી શંકાસ્પદ ગતિવિધિ ઉપર નજર રાખવા હાર્દિકે મકાનની બહાર પોલીસ ટેંટ, રોડ સાઇડ પર 4 કેમેરા લગાવ્યા છે. જયારે મકાનની પાછળની સાઇડે 2 કેમેરા લગાવ્યા છે.
આગળ વાંચો હાર્દિક પટેલ ઉદેપુરમાં ફરી શકશે: રાજસ્થાન હાઈકોર્ટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો