• Gujarati News
  • Gujarat State Standard Five 50 Percent Student Not Know To Read

ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણની સ્થિતી ખાડે: ધો-5ના 50 ટકા બાળકોને વાંચતા આવડતું નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: સરકારે 4 વર્ષના વિરામ બાદ યોજેલી ચિંતન શિબિરના પ્રથમ દિવસે રાજ્યના પ્રાથમિક શિક્ષણની સ્થિતિ અંગે કરાયેલું ચિંતન ખરેખર ચિંતાજનક નિવડ્યું છે. ચિંતન શિબિરમાં પ્રાથમિક શિક્ષણના સ્તર અંગે જે આંકડાકીય માહિતી સાથે પ્રેઝન્ટેશન રજૂ કરાયું તેમાં એવો સાર નીકળ્યો છે કે, સરકાર નામાંકનનો દર વધારવામાં ચોક્કસ સફળ નીવડી છે પરંતુ શિક્ષણનું સ્તર સુધારવામાં સદંતર નિષ્ફળતા મળી છે. પાંચ વર્ષ એકધારું શિક્ષણ મેળવ્યા છતાં ધોરણ-5ના 50 ટકાથી વધુ બાળકો ધોરણ-2ના વિષયો વાંચી શકતા નથી. મૂળાક્ષરો વાંચી નહીં શકતા બાળકોની સંખ્યામાં 5 વર્ષમાં 3 ગણી વધી છે.
Paragraph Filter
- વાસ્તવિકતા: ચિંતન શિબિરમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની ખાડે ગયેલી સ્થિતિ અંગે ચિંતા
- સરકારે માત્ર નામાંકનનો દર વધાર્યો પણ શિક્ષણનું સ્તર સુધારી શકી નહીં

રાજ્યની ચિંતન શિબિરમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અને તેની સુધારણા અંગે ચિંતા કરાઈ અને ગુણવત્તા સુધારણા માટે સૂચનો અભિપ્રાય પણ સૂચવાયા હતા. શાળાપ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમ દ્વારા પ્રાથમિક શિક્ષણના સ્તરને સુધારવાની વાતો થઇ રહી છે પરંતુ વાસ્તવિક હકીકતો ખૂબ જ ચોકાવનારી છે. સરકારના આ ચિંતનમાં અનેક ગંભીર આંકડાઓ બહાર આવ્યા છે, જે દર્શાવે છે કે સરકારના અનેક પ્રયાસો અને યોજનાઓ છતાં જમીની વાસ્તવિકતા અલગ છે. સરકારના અનેક દાવાઓ છતાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે અને સરકારના દાવાઓની પોલ ખૂલી રહી છે.

શિક્ષણની સ્થિતિ: શિબિરમાં રજૂ થયેલા આંકડાઓ

50% ધો 5ના 50 ટકાથી વધુ બાળકો ધો 2 કક્ષાનું વાંચી શકતા નથી
50% 5 વર્ષ ભણેલા 50 ટકા બાળકો સરળ વાક્ય વાંચી શકતા નથી
24.3% ધો-2માં મૂળાક્ષરો ન વાંચી શકતા બાળકોની 2010માં 8.7 ટકા હતાં જે 2014માં 24.3 ટકા પહોંચી
54% ધો-2થી ઉપરના ધોરણના 54 ટકા બાળકો વાંચી શકતા નથી
11% બાળકો માત્ર ભાષાના મૂળાક્ષરો જ વાંચી શકે છે
14% બાળકો માત્ર શબ્દો જ વાંચી શકે છે પણ વાક્યો નહિ
25% બાળકો માત્ર વાક્યો વાંચી શકે છે પણ લાંબું લખાણ નહિ
આગળ વાંચો ગ્રામ્ય વિસ્તારમાં તબીબી સેવા વધારવા વિચારણા