ગુજરાતમાં મોદી-રાહુલ નહીં ઓખી લહેર, ભાજપ અને કોંગ્રેસની 38 રેલી રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર:ગુજરાત પર ત્રાટકેલા ઓખી વાવાઝોડાના કારણે બંને પક્ષોને ચૂંટણી પ્રચાર પણ સ્થગિત રાખવાની ફરજ પડી છે. ભાજપના રાષ્ટ્રપ્રમુખ અમિત શાહ, સરંક્ષણ મંત્રી નિર્મળા સીતારામણથી લઈ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રેલીઓ રદ થઈ છે. રાહુલે માત્ર અંજારમાં એક રેલી યોજી હતી. તેમની મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરની રેલી રદ કરવામાં આવી છે. તેવી જ રીતે વડા પ્રધાનની સાતમીની રેલીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેઓ હવે સુરતમાં 7 ડિસેમ્બરે 1 વાગે સભા સંબોધશે. તા. 6 ડિસેમ્બરના ધંધુકા, નેત્રંગ અને દાહોદના કાર્યક્રમ યથાવત્ છે.

 

ઓખી વાવોઝાડાના કારણે બંને મુખ્ય પક્ષોના ચૂંટણી પ્રચાર પર પણ અસર થવા પામી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 9મીએ મતદાન યોજાવાનું છે અને ત્યાં યોજાનારી રેલી જ રદ કરાઈ હતી. અમિત શાહ, આનંદીબહેન, પરેશ રાવલ, નિર્મળા સીતારામની 4-4, રૂપાણી, હંસરાજ આહિરની 2-2, યોગીની 1, મનોજ તિવારીની 3 અને રાહુલ ગાંધીની 3 સભા મંગળવારે અને બુધવારે રદ કરાઈ છે.

 

પરેશાન ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો

 

ચૂંટણી પંચે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. વાવાઝોડાની મતદાન પર અસર ન થાય તે માટે રિપોર્ટ માગ્યો છે. આ ઉપરાંત એક વૈકલ્પિક યોજના તૈયાર રાખવા પણ ગુજરાતના અધિકારીઓને જણાવાયું છે. ઇવીએમ અને વીવીપેટ મશીન ભીંજાઈ ન જાય તે માટે બંધ બોડીના વાહનો લઈ જવા પણ જણાવ્યું છે.

 

ચૂંટણી અનુલક્ષીને નેતા અને પ્રજાના રમુજી કાર્ટુન જોવા આગળ ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...