તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની પાટીદારો સાથે ‘બેક ચેનલ’ મંત્રણા, કેન્દ્રીય મંત્રી બન્યા મધ્યસ્થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: છેલ્લા દોઢ વર્ષથી અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદાર આંદોલનને લઈને રાજ્યમાં રાજકીય અને સામાજિક ઉથલપાથલ થઈ ચૂકી છે. ત્યારે સરકારમાંથી અત્યંત આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, પાટીદાર સમાજનો આક્રોશ શાંત પાડવા માટે સરકારે એક કેન્દ્રીય મંત્રીને મધ્યસ્થી બનાવીને પાટીદારો સાથે ‘બેક ચેનલ’ મંત્રણા કરી છે. જેમાં સરકારે હાલ પૂરતો એક અલાયદો આયોગ બનાવી આપવાની તૈયારી દર્શાવી છે.સરકાર પાટીદારો માટે એક અલાયદા આયોગની રચના કરવાની જાહેરાત કરશે.
એક અલાયદા આયોગની રચના કરવાની જાહેરાત કરશે
સૂત્રોનું કહેવું છે કે, આ મંત્રણા હકારાત્મક રહેવાને કારણે જ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા દિવસો પહેલા સામે ચાલીને ચર્ચા વિચારણા માટે પાટીદાર આંદોલનકારીઓને આમંત્રણ આપ્યું હતું. જેનો સ્વીકાર કરતા ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલે મંગળવારના રોજ ઉદેપુર ખાતે 11 લોકોની એક સમિતિ બનાવીને 1લી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સરકાર સાથે બેઠક કરવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મૂજબ ટૂંક સમયમાં સરકાર પાટીદારો માટે એક અલાયદા આયોગની રચના કરવાની જાહેરાત કરશે. જેમાં સવર્ણ સમાજને પણ સમાવી લેવાનો પ્રયત્ન કરાશે.
‘પાસ’ના 11 સભ્યોની ટીમ સરકારને મળશે આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...