તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત લઠ્ઠાકાંડની તપાસ આખરે એટીએસને સોંપવાનો નિર્ણય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : સુરત ગ્રામ્યમાં લઠ્ઠાકાંડને કારણે 20 લોકોના મૃત્યુ થવાની ઘટનાને પગલે વિપક્ષે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા બાદ આખરે સરકારને દારૂબંધીના અમલની ગંભીરતા સમજાઇ છે. સીએમ વિજય રૂપાણીએ સોમવારે વીડિયો કોન્ફરન્સથી પોલીસ અધિકારીઓની બેઠક બોલાવીને રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલીકરણ માટે તાકીદ કરી હતી. આ સાથે જ સુરતની ઘટનાની સમગ્ર તપાસ એટીએસના એસપીને સોંપવાનો નિર્ણય પણ લેવાયો છે.

વિપક્ષના આક્ષેપો બાદ સરકારને દારૂબંધી યાદ આવી

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અગાઉ એડીજીપી પારગીના અધ્યક્ષસ્થાને ત્રણ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી હતી. આ ઘટનામાં મિથેનોલનો ઉપયોગ, તે ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, કોણે વિતરણ કર્યું તેમાં કોઇ અધિકારી કે તંત્રની બેદરકારી છે કે નહીં તેની વિસ્તૃત તપાસ એટીએસના એસપીને સોંપવાનો નિર્ણય સરકારે કર્યો છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક બોલાવી દારૂબંધીના ચુસ્ત અમલ માટે તાકીદ

સુરત જેવી ઘટના ન બને તે માટે સમગ્ર રાજ્યમાં દારૂની ભઠ્ઠીઓ અને દારૂ ગાળનારાઓ સામે કડકાઇથી કાર્યવાહી કરવા અને 100 ટકા દારૂબંધી માટે મુખ્યમંત્રીએ ડીજીપી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી તથા એસપીને વીડિયો કોન્ફરન્સ યોજીને કડક સૂચના આપી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સુરતના અસરગ્રસ્તોની તમામ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વરેલીમાં વધુ એક મોત મરણાંક 18 પર પહોંચ્યો

બારડોલી : સુરત જિલ્લાના વરેલી ખાતે બની રહેલા લઠ્ઠાકાંડમાં મરણાંક સતત વધી રહ્યો છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ સારવાર માટે દાખલ થયેલા વરેલીના 35 વર્ષીય યુવાનનું રવિવારની મધરાત્રિ દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતાં મરણાંક 18 પર પહોંચ્યો છે. 7મી સપ્ટેમ્બરના રોજ ગુડ્ડુ ધર્મદેવ પ્રસાદની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રથમ આંખની રોશન જતી રહી અને તે બેભાન હાલતમાં હતો. જેનું રવિવારની મધરાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આગળ વાંચો લઠ્ઠાકાંડના વિરોધમાં વરેલી સોમવારે સજ્જડ બંધ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો