નવા મુખ્ય સચિવ કોણ એ વિષે ચર્ચાઓ પૂરજોશમાં, એક-બે દિવસમાં નિર્ણયની શક્યતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ ડી જે પાંડિયન આગામી ચાર દિવસ બાદ 31 મેના રોજ જ નિવૃત્ત થઈ રહ્યા છે અને હજુ રાજ્ય સરકારે તેમના એક્સ્ટેન્શન અંગે કે તેમના અનુગામી વિષે કોઈ જ જાહેરાત ન કરતાં સચિવાલયમાં અને ખાસ કરીને બ્યુરોક્રસીમાં આ વિષે જાતજાતની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે. પાંડિયનને એક્સ્ટેન્શન મળશે કે નહીં તે વિષે પણ આશ્ચર્યજનક રીતે સચિવાલયમાં બે અભિપ્રાય પ્રવર્તી રહ્યા છે. એક છાવણી એક્સ્ટેન્શન મળવાનો વિશ્વાસ ધરાવે છે.
-મુખ્ય સચિવ ડી જે પાંડિયન 31મી મેએ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી આગામી એક-બે દિવસમાં નિર્ણય લે તેવી શક્યતા

જ્યારે બીજી છાવણી માને છે કે, હાલ ગૃહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પાંડિયનની જેમ 1981ની જ બેચના આઈએએસ જી આર અલોરિયાની મુખ્ય સચિવ પદે વરણી થશે અને પાંડિયનને કાં તો જીએસપીસીમાં અથવા કેન્દ્રમાં ઊર્જા વિભાગમાં ખાસ હવાલો સોંપવામાં આવશે. આમ છતાં, સીએમઓમાં આ અંગે બુધવારે કોઈ જ નક્કર હલચલ જોવા મળી નહોતી. એટલે આગામી એકાદ-બે દિવસમાં જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

આગળ વાંચો પાંડિયનને એક્સટેન્શન મળવા જુદા જુદા મત
અન્ય સમાચારો પણ છે...