ગુડાનું 262 કરોડનું બજેટ: આવાસ માટે 102 કરોડ વ્યવસ્થાપન માટે 92 કરોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ મહાપાલિકા બાદ ગત તા. 21મીએ રાજ્ય સરકારે પણ ચૂંટણીલક્ષી બજેટ પ્રજા સમક્ષ મુક્યા પછી હવે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પણ અનેકવિધ યોજનાઓની વણઝાર લગાવતું રૂપિયા 262 કરોડનું કદ ધરાવતું બજેટ શુક્રવારે જાહેર કર્યું હતું. જેમાં સૌથી વધુ રૂપિયા 102 કરોડ આવાસ યોજનાઓ માટે અને રસ્તા, પાણી તથા ગટર વ્યવસ્થા માટે 92 કરોડના ખર્ચની જોગવાઇ કરાઇ છે. ગુડાના ચેરમેન આશિષભાઇ દવેએ જણાવ્યું કે આ સર્વસમાવેશક અને વિકાસલક્ષી બજેટ છે.

તેમાં બાળકો, યુવાનો અને વડીલો માટે વિચારાયું છે અને ગરીબ તથા મધ્યમવર્ગને ધ્યાને રાખવામાં આવ્યો છે. દરેક નગર રચના યોજનામાં રસ્તાની સુવિધા આપવા 45.68 કરોડ, પીવા માટે નર્મદાના પાણી માટે 33.55 કરોડ અને ગટર વ્યવસ્થા માટે 12.42 કરોડનું આયોજન કરવાની સાથે નવા બગીચા અને તળાવના નવીનીકરણ 17.02 કરોડ ફાળવવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે માળખાકીય સુવિધા અને લોક કલ્યાણના કામ માટે પૈસાની કોઇ કમી નહીં હોવાનો વિશ્વાસ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આપ્યો છે. પરિણામે ગુડાની તમામ 1થી 22 ટીપી સ્કીમમાં વિવિધ યોજનાનું આયોજન કરાયું છે.

ગુડા વિસ્તારમાં પ્રવેશ દ્વાર નિર્માણ માટે 1 કરોડની જોગવાઇ, ફૂટપાથ અને સ્ટ્રીટ ફર્નિચર માટે 50 લાખ, સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ માટે 1.25 કરોડ અને ગુડાના પ્લોટ ફરતે સંરક્ષણ દિવાલ માટે 5.15 કરોડની જોગવાઇ કરાઇ છે.

2017-18ના વર્ષ માટે ફાળવાયેલા બજેટમાં રસ્તા, પાણી, ગટર વ્યવસ્થાપન માટે 92 કરોડ ખર્ચાશે
ગુડા દ્વારા બજેટમાં ફાળવાયેલા 262 કરોડ પૈકી સૌથી વધુ ગુડાની આવાસ યોજના પર ભાર મુકવામાં આવ્યો છે. ઉપરાંત શહેરીગામોમાં રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સાર્વજનિક પાર્ટી પ્લોટો, વાંચન અને શિક્ષણ માટે લાઇબ્રરી સહિત સિનિયર સિટિજનો અને બાળકોની સુવિધાનો પણ ખ્લાલ  રખાયો છે.
આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...