તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત સરકારનું નવું આયોજન: સિંહ અને વાઘના નવા ચાર સફારી પાર્ક બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ગુજરાતમાંથી સિંહ મધ્યપ્રદેશ ખસેડવાની બાબતે હજુ કોઇ ચોક્કસ નિર્ણય આવ્યો નથી ત્યારે ગુજરાત સરકારના વન વિભાગે રાજયના ચાર સ્થળો પર સફારી પાર્ક બનાવવાનું આયોજન હાથ ધર્યુ છે. વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે, આ દરખાસ્ત તૈયાર કરવા પાછળનો હેતુ પણ એવો હોઇ શકે કે જે સિંહ ગુજરાતમાં છે તે સિંહ ગુજરાતમાં જ રહે અને મધ્યપ્રદેશને આપવાની સ્થિતિ જ ઉભી ન થાય. હાલ વન વિભાગે સ્થળ નક્કી કરી દીધા છે, પણ હજુ કેન્દ્રિય વન વિભાગની મંજૂરી આવે પછી સફારી પાર્ક તૈયાર કરવા માટેનો આરંભ થશે.

જૂનાગઢ, ધારી, નર્મદા અને રાજપીપળામાં સફારી પાર્ક થશે, સરકાર વાઘ, દીપડાનું સફારી પાર્ક કરશે

ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં સિંહ ખસેડવાનો વિવાદ ચાલે છે, આ વિવાદ હાલમાં કોઇ નવું સ્વરૂપ લઇ રહ્યો નથી, પણ હજુ આંબરડી સફારી પાર્કને મંજૂરી મળી નથી ત્યાં રાજય સરકારે લાયન સફારી પાર્ક સહિત ચાર સફારી પાર્ક તૈયાર કરવાની ગતિવિધિ હાથ ધરી રહી છે. આવી ગતિવિધિ પાછળ એવું ચોક્કસપણે મનાય છે કે ગુજરાતમાં જ સિંહ માટે એટલી વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જેથી તેને મધ્યપ્રદેશ ખસેડવાની નોબત જ ન આવે.

MPમાં સિંહ ખસેડવાની નોબત વચ્ચે સરકારનું નવું આયોજન

રાજયના વન વિભાગે જૂનાગઢ ખાતેની ભવનાથ તળેટી વિસ્તારના પાછળના 20 કિ.મી. જેટલા વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવાનું આયોજન કર્યુ છે, આવી જ રીતે ધારીમાં પણ વધુ એક સફારી પાર્ક બનાવવાં આ‌વશે. આ ઉપરાંત રાજપીપળામાં ટાઇગર સફારી પાર્ક તૈયાર કરવાનું આયોજન કર્યુ છે. જયારે નર્મદા જિલ્લામાં પણ સફારી પાર્ક બનાવવાનું આયોજન કર્યુ છે. જો કે રાજય સરકારે સમગ્ર સક્રિયરીતે હાથ ધરી દીધી છે અ્ને સ્થળ પણ નક્કી કરી કરી નાખ્યા છે.

આ સ્થળ કેન્દ્રિય વન વિભાગને મંજૂર રહેશે કે નહીં તે પ્રશ્ન હોવાથી વન વિભાગ પણ ફુંકી ફુંકીને છાસ પી રહ્યો હોય તેમ વિચારી વિચારીને આગળ વધી રહ્યો છે. સમગ્ર બાબત ખૂબ જ બંધબારણે ચાલી રહી છે, જેથી કરીને આગામી દિવસમાં વિચાર પડતો મુકવો પડે તો પણ કોઇ વિવાદ ન થાય. આ બાબતે રાજયના વન વિભાગના ટોચના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ પણ કશું કહેવા તૈયાર નથી, પરંતુ વન વિભાગના વિશ્વસનીય સુત્રોના કહ્યા પ્રમાણે દરખાસ્ત તૈયાર થઇ ગઇ છે, કેન્દ્રિય વન વિભાગની મંજૂરી આવે પછી બાંધકામ સહિતની કાર્યવાહી હાથ ધરાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો