તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ ખેંચાતા ચિંતાનું વાવેતર: સરકારની સમીક્ષા, આગોતરુ આયોજન કરવા માહીતી માગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : વરસાદ અને તેના કારણે ખેતી તથા પાણી સબંધી ચીંતા સ્વાભાવિક રીતે સરકાર દર વર્ષે કરતી હોય છે. ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને ગાંધીનગર જિલ્લામાં હજુ મોસમનો સરેરાશ વરસાદ 25 ટકા થયો છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ દ્વારા ગાંધીનગર સહિત તમામ જિલ્લામાં પીવા અને ખેતી માટે સિંચાઇ માટેના પાણીની ઉપલબ્ધિ, ખેતીમાં વાવેતરની સ્થિતિ અને ખેતમજુરોની હાલત ઉપરાંત ઘાસચારાની સ્થિતિ અંગે સમીક્ષા કરીને રજેરજની માહિતી મેળવી હતી.

રાજ્યના મુખ્ય સચિવે વરસાદ ખેંચાય તો સર્જાનારી સ્થિતિ અંગે આગોતરુ આયોજન કરવા માહીતી માગી

રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો,આમ આદમી ઉપરાંત સરકાર માટે પણ આ સ્થિતિ ચીંતાનો વિષય બની હતી. હવે વરસાદ શરૂ થયો છે અને ચોમાસુ માહોલ પણ જામી ગયો છે. પરંતુ ગાંધીનગર સહિત તમામ જિલ્લાની વરસાદની સ્થિતિ સંબંધે અભ્યાસ કરાઇ રહ્યો છે. દરેક જિલ્લામાં આવેલા જળાશયોમાં પાણીની ઉપલબ્ધિની સાથે વરસાદ નબળો રહે તો પીવા અને સિંચાઇ માટે જરૂરી પાણીના કેવા આયોજન થઇ શકે તેમ છે તેના સંબંધિ વિગતો કલેક્ટર પાસેથી મંગાવાઇ હતી.

પશુઓ માટે ઘાસચારાની માહિતી પૂરી પાડવા જિલ્લા કલેક્ટરોને આદેશ

પીવાના પાણી માટે બોર આધારિત અને નર્મદા કેનાલ આધારિત વ્યવસ્થાની છણાવટ કરાઇ હતી. મુખ્ય સચિવ જી આર અલોરિયા દ્વારા દરેક જિલ્લામાં ખેત મજુરોની સંખ્યા અને તેમને કેટલા સમય માટે કેટલું કામ મળે છે, તેની માહિતી મેળવાઇ હતી. દુકાળના દિવસોમાં તેમની આજીવિકા માટે ભૂતકાળમાં શું આયોજન કરાયા હતાં તેની માહિતી લેવાની સાથે દરેક જિલ્લાના ખેત ઉત્પાદ્દનની માહિતી, આજ સુધીમાં થયેલા દરેક પ્રકારના વાવેતરની માહિતી, પશુઓ માટે ઘાસચારાની સ્થિતિ, ખેતરોમાં સિંચાઇની વ્યવસ્થાની વિગતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને સમીક્ષા કરાઇ છે. હવે પછી આ સંબંધિ શું પગલા ભરવા તેની સુચના અપાશે.

-અહેવાલ કેન્દ્ર સરકારને પણ મોકલાશે
વરસાદ અને તેને આનુસાંગિક સ્થિતિના સંબંધે અહેવાલ તૈયાર કરીને તેને કેન્દ્ર સરકારમાં પણ મોકલવામાં આવે છે. ચોમાસાના બાકી રહેલા ગાળામાં પુરતો વરસાદ ન થાય તો નવેસરથી જિલ્લાઓની માહિતી મેળવીને તેનો અલગથી સમીક્ષા અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે કેન્દ્ર સરકારની સહાય માટે દરખાસ્ત કરવાની રહે છે. લીલા કે સુકા દુકાળ અથવા સારા ચોમાસા હોય ત્યારે પણ કેન્દ્ર સરકારને તેની મહિતીના અહેવાલ નિયત સમયે મોકલવામાં આવે છે.

-જિલ્લામાં 56 હજાર હેક્ટરમાં વાવેતર

ગાંધીનગર જિલ્લામાં મોસમનો 25 ટકા વરસાદ થતાં 15 જુલાઇ સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ 56 હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. ગાંધીનગર તાલુકામાં 15144 હેક્ટર, દહેગામ તાલુકામાં 18252 હેક્ટર, કલોલ તાલુકામાં 3358 હેક્ટરમાં અને માણસા તાલુકામાં 17749 હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો