તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના જગદીશ ઠાકોર કયા હોદ્દા પર હતા?: કામતનું વિવાદાસ્પદ નિવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે રાજીનામું આપતા રાજકીય વાતાવરણ ગરમ બની ગયું હતું. પ્રદેશ કોંગ્રેસની કોર કમિટીની મળેલી બેઠક પછી પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામતને જગદીશ ઠાકોરે રાજીનામું આપ્યું છે તેવું પૂછવામાં આવતા તેમણે જગદીશ ઠાકોરે કયા હોદ્દા પરથી રાજીનામું આપ્યું .તેવો વિવાદાસ્પદ પ્રશ્ન કરતા કોંગ્રેસના વર્તુળોમાં હલચલ મચી ગઇ છે.

કોંગ્રેસના પ્રદેશપ્રભારીનું વિવાદાસ્પદ નિવેદન

કોર કમિટીની બેઠક દરમિયાન મિડીયા સાથેની વાતચીતમાં કોંગ્રેસમાંથી નહીં પણ હોદ્દા પરથી રાજીનામું આપનાર નેતાઓ વિશે ટીપ્પણી કરતા કામતે કહ્યું હતું કે શકિતસિંહ ગોહિલ રાષ્ટ્રીય પ્રવકત્તા હોવાથી તેમણે વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કોઇ નેતાને કોંગ્રેસ છોડવા દેવામાં આવશે નહીં, મનદુ:ખ હશે તેનો ઉકેલ લાવવામાં આવશે. બેઠકમાં સંગઠન અને બુથ કમિટી સહિતની ચર્ચા થઇ હોવાનું તેમણે કહ્યું હતું.

કોંગ્રેસના પુર્વ સાંસદ જગદિશ ઠાકોર સહિતના ઠાકોર સમાજના નેતાઓએ ગૃહ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી કે ભાંભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાગજી ઠાકોરે આપઘાત કર્યાના 13 દિવસ થયા છતાં પછી પીએસઆઇ કે પીઆઇ સામે કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. આગામી તા.20 સુધીમાં પગલા નહીં ભરાય તો ઠાકોર સમાજ કલેકટર કચેરીએ આમરણાંત ઉપવાસ કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો