તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસ્તવિકતાઃ ગાંધીનગર જિલ્લામાં સૌથી ઓછા શૌચાલય,તલાટીની 189 જગ્યાઓ ખાલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના પ્રમાણેનું કામ રાજ્યના પાટનગરના જિલ્લામાં જ થતું નથી. જેના પર સૌથી વધુ ભાર મુકાઇ રહ્યો છે તે સ્વચ્છતા મિશન અભિયાન ગાંધીનગરમાં અધુરુ રહી ગયું છે. પરિણામ એ આવ્યું છે કે ગાંધીનગર જિલ્લામાં બેઝલાઇન સર્વે 2012 પ્રમાણે જિલ્લામાં 21, 182 વ્યક્તિગત શૌચાલય બનાવવાના હજુ પણ બાકી બોલે છે. આ હકિકત વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારના ગ્રામ વિકાસ મંત્રી દ્વારા જ આપવામાં આવી છે.

સૌથી ઓછા શૌચાલય પાટનગરના જિલ્લામાં
મંત્રીએ દહેગામના ધારાસભ્ય કામીની બા રાઠોડના પ્રશ્નનાં જવાબમાં વિશેષમાં એવી માહિતી આપી છે કે જિલ્લામાં વર્ષ 2015માં 11, 848 સામે 2016માં 24, 480 શૌચાલય બન્યા હતાં. તેના માટે ચૂકવવામાં આવેલી સહાયનો આંકડો રૂપિયા 39.89 કરોડ થવા જાય છે. ગાંધીનગર જિલ્લામાં તાલુકાવાર સ્વચ્છતા મિશન અંતર્ગત બાંધવામાં આવેલા શૌચાલયની આંકડાકીય માહિતી એવી મળી છે કે ડિસેમ્બર 2016ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષ દરમિયાન સૌથી ઓછા ગાંધીનગર તાલુકામાં 6, 922 શૌચાલય બંધાયા હતાં.
આગળ વાંચો, જિલ્લામાં બંધાયેલા શૌચાલયની આંકડાકિય માહિતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો