તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તવિકતા: પ્રવેશોત્સવના દિવસે બાળકીએ દોરડા પર ભૂખના કરતબ દેખાડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:  રાજ્ય સરકાર શાળામાં પ્રવેશોત્સવ ઉજવણી રહી છે. ગુરુવારે પ્રવેશોત્સવના પ્રારંભના દિવસે જ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયથી 1 કિલોમીટર દુર અને શિક્ષણ બોર્ડની કચેરીની સાવ બગલમાં આવેલા મીનાબજારમાં ભણવા, રમવાની ઉમરની બે દિકરીઓ તેના માતા-પિતા સાથે ઉંચા દોરડા પર ચાલવાના જોખમી કરતબ હસતા મોઢે કરતી જોવા મળી હતી.

આ પરિવારના સભ્યો સુરતના મુળ રહેવાસી છે. જે અલગ અલગ જિલ્લામાં જઇને પોતાની કલાનું પ્રદર્શન કરે છે. બંન્ને બાળકીના પિતા વિનોદ નટે વેદનાસભર હાસ્ય અને આશ્ચર્યભાવ સાથે જણાવ્યું કે, અમે ત્રણ દિવસથી શહેરમાં દોરડા પર કરતબ કરીને ગુજરાન ચલાવીએ છે. બંન્ને દિકરીઓ અમારી સાથે આ રોજગારમાં સંકળાયેલી છે. તેમના થકી આ કરતબો  કરીએ છીએ એટલે અભ્યાસ માટે મોકલી શકતા નથી. 
 
આગળ જુઓ, વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...