તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં દલિતો પર અત્યાચાર મુદ્દે સરકાર ઝડપી નિર્ણય લે છે: રૂપાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો)
 
ગાંધીનગર:  ગાંધીનગર મેડિકલ કોલેજ ખાતે ભાજપના અનુસૂચિત જાતિ મોરચાની સરપંચથી સંસદ સુધીની પ્રદેશ બૃહદ બેઠક યોજાઈ હતી. જેને સંબોધિત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે અત્યાર સુધી દલિત સમાજનો વોટબેન્ક તરીકે જ ઉપયોગ કર્યો છે. દલિત સમાજને અન્યાય ન થાય અને તેમને રક્ષણ મળે તે માટે ભાજપ સરકારે અનેક પગલાં લીધાં છે. દલિતો પર અત્યાચાર થાય ત્યારે ઝડપથી નિર્ણયો લેવાનું કામ પણ ગુજરાતમાં ભાજપ સરકારે કર્યું છે. વધુમાં રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસએ ડૂબતી નાવ છે, અનુસૂચિત જાતિ સમાજ ભાજપની સાથે હતો અને રહેશે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને જડમૂળથી ઉખેડી નાખીશું.
 
અનુસૂચિત જાતિ મોરચાના આગામી કાર્યક્રમો

{ વડાપ્રધાન મોદીના જન્મદિને 17મી સપ્ટેબરના રોજ 172 જગ્યાઓ પર સફાઈ કામદારોનું સન્માન અને સફાઈ અભિયાન યોજાશે.
{ સરકારની યોજનાઓની માહિતી માટે સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગરમાં 20થી 26 સપ્ટેબર દરમિયાન વક્તા પ્રશિક્ષણ વર્ગ યોજાશે.
{ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન ભૂમિ ગોષ્ઠીનો કાર્યક્રમ.
{ 15 ઓક્ટોબરના રોજ પ્રબુદ્ધ નાગરિકોનો પરિસંવાદ.
{ 100 જેટલાં વિધાનસભા વિસ્તારોમાં સંવિધાન સન્માન યાત્રા યોજાશે.
અન્ય સમાચારો પણ છે...