તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: પાંચ વર્ષથી રાજ્ય સરકારે એક પણ ગ્રાન્ટેડ સ્કૂલને મંજૂરી આપી નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: રાજ્યમાં સ્વનિર્ભર સ્કૂલોને જ મંજૂરી આપવામાં આવે છે અને શિક્ષણનું વ્યાપારીકરણ થાય તેવી સરકારની જ નીતિ છે તેવા કોંગ્રેસના આક્ષેપને વધુ એક વખત સાચો ઠેરવે તેવી વિગત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં બહાર આવી છે. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે તેવી વિગત જાહેર કરી હતી કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલને મંજૂરી અપાઈ નથી.
વિધાનસભા ગૃહમાં થોડા સમય પહેલા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સરકારે બે વર્ષ દરમિયાન કેટલી ગ્રાન્ટેડ સ્કૂલને મંજૂરી આપી છે.
આ પ્રશ્નના જવાબમાં સરકારે એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલને મંજૂરી આપવામાં આવી નથી, સાથોસાથ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આગામી સમયમાં એક પણ ગ્રાન્ટેડ સ્કૂલ ન આપવી તેવો નિર્ણય સરકારે લીધો છે. કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભાના પ્રવક્તા તેજશ્રીબેન પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે 31 માર્ચ, 2015ની સ્થિતિએ રાજ્યમાં 3353 માધ્યમિક સ્કૂલો હોવાની માહિતી આપી હતી. તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેટલી નોનગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટેડ કરવા માટેની દરખાસ્ત આવી અને કેટલી કરાઈ તેવો પ્રશ્ન પૂછ્યો હતો. તેમના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 290 સ્કૂલોને ગ્રાન્ટેડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પણ તે પૈકી કોઇ સ્કૂલને ગ્રાન્ટેડની મંજૂરી અપાઈ નથી.
અન્ય સમાચારો પણ છે...