તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઠિયા લૂંટી ગયા: ‘ક્રાઇમબ્રાન્ચમાં છીએ’, તપાસ કરવાની છે કહી વૃદ્ધની અંગજડતી લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : શહેરમાં ઘ 4થી મહાત્મા મંદિર તરફ જતા માર્ગ પર શુક્રવારે બપોરના સમયે કાપડ વેચીને ગુજરાન ચલાવતા આધેડને ગઠિયાઓ લૂંટી ગયા હતાં. અમે ક્રાઇમ બ્રાન્ચમા છીએ કહીને તપાસ કરીને આધેડ પાસે રહેલા રૂ 1250 લઇને છુમંતર થઇ ગયા હતાં. જ્યારે આધેડ ફરિયાદ કરવા ગયા ત્યારે સેક્ટર 7 પોલીસે કહ્યું કે લૂંટારુઓના વાહનની વિગત આપો તો ફરિયાદ નોંધીએ. જ્યારે સીસીટીવીની વાત કરતા પોલીસે કહ્યું કે તેમાં રેકોડીંગ થતુ નથી. ત્યારે શું વાહન ચાલકોને લૂંટવા પુરતા જ લગાવાયા છે ? તેવા સવાલ ઉભા થયા છે.

શિવધારીસિંહ મોતીલાલ ચૌહાણ (રહે. સે 13, પુષ્પક એપોર્ટમેન્ટ) જુના સચિવાયલ પાછળના ભાગે આવેલા મીનાબજારમાં કપડાનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. ત્યારે શુક્રવારે બપોરના 13:30 વાગે ઘ 4 પાસેથી મહાત્મા મંદિર તરફ જતા રોફ પરથી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન બે ગઠિયાઓ સ્કુટર લઇને આવ્યા હતાં અને શિવધારીસિંહ પાસે જઇને શું કરો છો ? અમે ક્રાઇક બ્રાન્ચમાં છીએ . અમારે તમારી તપાસ કરવી પડશે. તેમ કહીને માલ સામાનની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન રૂ. 1250 હાથમાં આવતા લઇને ભાગી ગયા હતાં.આ ઘટના બાદ ફરિયાદ નોંધાવવા સેક્ટર 7 પોલીસ સ્ટેશનનમાં ગયેલા શિવધારી સિંહે પોલીસને લૂંટની વિગત કહેતા પોલીસે લૂંટારૂઓના વાહનની વિગત આપો તો ફરિયાદ નોંધીએ. સામે આધેડે કહ્યું કે સાહેબ સીસીટીવી લગાવેલા છે તેમાં જોઇને તપાસ કરો ને. પોલીસે કહ્યું કે સીસીટીવીમાં રેકોડીંગ થતુ નથી. એક લૂંટાયેલા વૃદ્ધ ફરિયાદ કર્યા વિના ઢીલા થઇને પરત ફર્યા હતાં. શહેરમાં પોલીસે ચેઇન સ્નેચર્સ તથા ગઠિયાઓને પકડી પાડવા 250 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ત્યારે શું તે માત્ર વાહન ચાલકોને દંડવા પુરતા લગાવ્યા છે. ?

-મહાત્મા મંદિરમાં ખીસ્સા કાતરૂના ત્રાસથી તંત્રને બોર્ડ મારવા પડ્યાં

ગાંધીનગર : શહેરના નગરવાસીઓને તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ બેખોફ થઇને ચોરી કરીને પલાયન થઇ જાય છે. તસ્કરો અને ખીસ્સા કાતરૂઓનો ત્રાસ સરકારી તંત્રને પણ સતાવી રહ્યો છે. મહાત્મા મંદિરમાં અનેક મોટા સરકારી કાર્યક્રમો યોજાય છે. જેમાં અનેક ચોરીની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે. તંત્રને મહાત્મા મંદિરમાં આવતા મુલાકાતીઓ અને મહેમાનોને ખીસ્સા કાતરૂઓથી સાવધાન રહેવાના બોર્ડ લગાવવા પડ્યા છે.

મહાત્મા મંદિરમા શુક્રવારે રેવન્યુ તલાટીની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને નિમણૂંક પત્રો આપવાનો કાર્યક્રમ સરકાર દ્વારા કરાયો હતો. 2360 ઉમેદવારો અને તેની સાથે એક વાલીને હાજર રહેવાના લેટર મોકલાયા બાદ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે સરકારના મંત્રીઓ અને અધિકારીઓની સંખ્યા પણ મોટાપાયે જોવા મળતી હતી. કાર્યક્રમમાં આવતા લોકોને તસ્કરોથી બચાવવા ‘ખીસ્સા કાતરૂઓથી સાવધાનના બોર્ડ’ લગાવવા પડ્યા છે.

લોખંડી સુરક્ષા વચ્ચે પણ ખીસ્સા કાતરૂઓ પોતાનુ કામ કરી જાય છે તે બહુ મોટી બાબત છે. મહાત્મા મંદિરમાં યોજાતા સરકારી કાર્યક્રમો ઉપરાંત મુલાકાતીઓની સંખ્યા વધારે પ્રમાણમાં આવે છે. અગાઉ અનેક વખત વાહન ચોરી અને મોબાઇલ ચોરીની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે. છેલ્લે હવે તંત્રએ લોકોને પોતાની સુરક્ષા જાતે કરવા બોર્ડનો આશરો લીધો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો