તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામમાં ગેસની લાઇન લીકેજ થતાં નાસભાગ મચી, મોટી દુર્ઘટના ટળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ : દહેગામ શહેરમાં અમદાવાદ રોડ પર આવેલ આર જે કોમ્પલેક્ષ નજીક ગટર કનેકશનના ખોદકામ દરમ્યાન જેસીબી મશીનથી સાબરમતી ગેસની પાઇપ લાઇન લીકેજ થતાં થોડા સમય માટે નાસભાગ મચી હતી. તાત્કાલિક અસરથી ગેસ વિભાગને જાણ કરાતાં લિકેજ બંધ કરી દેવાયુ હતુ અને મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે મોડી સાંજે લીકેજ રિપેરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જેસીબીથી ખોદકામ સમયે પાઇપલાઇનમાં ભંગાણ થયું

દહેગામ શહેરમાં અમદાવાદ રોડ પર આર.જે.કોમ્પલેક્ષ નજીક ગટર લાઇન માટે જે.સી.બી.મશીન દ્વારા ખોદકામ હાથ ધરાયુ હતુ. તે દરમિયાન જમીનમાંથી પસાર થતી સાબરમતી ગેસ કંપનીની પાઇપલાઇન લિકેજ થતાં ભારે અવાજો થતાં લોકોમાં દોડધામ મચી હતી. આ અંગે તાત્કાલિક અસરથી નગર પાલિકા,પોલીસ તેમજ સાબરમતી ગેસ સ્ટેશનને જાણ કરાતા ગેસનો વાલ્વ બંધ કરી દેવાયો હતો.

તુરંત વાલ્વ બંધ કરી દેવાતા મોટી દુર્ઘટના ટળી
પરિણામે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. જેના કારણે બજારમાં વેપારીઓ અને લોકોએ રાહત અનુભવી હતી.ગેસની પાઇપ લાઇન લિકેજ થતાં ચારથી પાંચ કલાક કનેકશન બંધ રહેતાં ગેસ મેળવતાં કેટલાક પરિવારોને હાલાકી પણ ભોગવવી પડી હતી. મોડી સાંજે ઇજનેરો દ્વારા લીકેજને બંધ કરાતા કરી દેવાતાં પુરવઠો પુર્વવત બન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો