તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખશ્બુ ગુજરાતી કીના બ્રોસરમાં પ્રવાસન સ્થળોને રેલથી જોડાયા પણ વાસ્તવિકતા જુદી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ગાંધીનગરની સ્થાપનાએ અડધી સદી વટાવી દીધી છે. ત્યારે હવે માંડ માંડ જોવાલાયક સ્થળો બની રહ્યા છે. ત્યારે ગુજરાત ટુરીજમ વિભાગ દ્વારા ગાંધીનગરમા પ્રવાસીઓને આકર્ષવા માટે જુઠ્ઠાણાનો ઉપયોગ કરવો પડ્યો છે. ખુશ્બુ ગુજરાત કી હેઠળ એક બ્લોસર બનાવ્યુ છે. જેમાં પાટનગરના જોવાલાયક સ્થળોનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે તેમાં રાજ્યના તમામ મોટા શહેરો સાથે રેલવેની સેેવા મળી રહે છે તેમ જણાવ્યુ છે. જ્યારે હકીકતમાં તો શહેરના સેક્ટરમાં જવા માટે પણ નાગરિકોને વાહન મળતા નથી.

ગાંધીનગરને આજે પણ લોકો કર્મચારીઓની નગરી તરીકે ઓળખે છે. ત્યારે જ્યારે રોજગારી મળવી પણ મુશ્કેલ છે. છેલ્લા એક દાયકમાં ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોનો વિકાસ કરાયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં મોટાપ્રમાણમાં જોવાલાયક સ્થળો છે. ત્યારે અન્ય જિલ્લાની સરખામણીમાં પાટનગરમાં પ્રવાસીઓને આકર્ષવા ટુરીજમ વિભાગે એક માહિતી પુસ્તીકા બહાર પાડી છે. જેમાં આવનાર પ્રવાસી પોતાની રીતે વાંચી, હરી ફરી શકે.
 
માહિતી પુસ્તીકામાં ખોટી માહિતી
આ માહિતી પુસ્તિકામાં અક્ષરધામ, મહુડી મંદિર, પ્રકૃતિ ઉદ્યાન, મહાત્મા મંદિર અને હજુ માંડ માંડ ઉભી થઇ રહેલી ગીફક્ટ સીટોનો સમાવેશ કરાયો છે. પુસ્તિકામાં પ્રવાસીઓને ખેંચવા રોડ માર્ગે હવાઇ માર્ગે અને રેલ માર્ગે કેવી રીતે આવી શકાય અને ક્યાંથી સગવડ મળશે તેમાં ખોટી માહિતી આપી પ્રવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગાંધીનગરના વસાહતિઓને બજેટમાં રેલ મંત્રાલય દ્વારા ઠેંગો જ બતાવવામાં આવે છે. સામાજિક અગ્રણીઓના પત્રો લખીને અંગુઠા ઘસાઇ ગયા હતા. ટ્રેનો મંજુર કરવામાં આવતી નથી.

આગળ વાંચો, વધુ વિગતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો