તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 શિક્ષકની ભરતી હતી, ઉમેદવારો આવ્યા પછી જાણ થઈ, બે જ લેવાના છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર નવી વાત નથી.  ભરતી પ્રક્રિયામાં ગોટાળાની ફરિયાદો થઇ છે. ગાંધીનગરના જીસીઇઆરટી ભવનમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં 7ની ભરતી કરવાની અગાઉ જાહેરાત થઈ હતી પરંતુ સ્થળ પર પસંદગી વખતે માત્ર બે જગ્યા હોવાનું કહેવાયું હતું. ભરતી માટે આવેલા ઉમેદવારોએ આ ઘટના સામે ભારે હોબાળો મચાવ્યો હતો.

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની ઘટ ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્યારે અરજીની ચકાસણી બાદ શનિવારે અલગ અલગ જિલ્લાઓમાંથી મેરિટમા આવતા ઉમેદવાર હાજર રહ્યા હતા. પરંતુ સવારે 11:30 વાગે બોલાવેલા ઉમેદવારોની સ્થળ પસંદગી પ્રક્રિયા 4 વાગે શરૂ કરી હતી. જ્યારે ભરતી સમયે બતાવેલી સંખ્યા પણ ઓછી થઇ ગઇ હતી.

ઉમેદવારો રોષે ભરાયા
ઉમેદવારો રોષે ભરાયા હતા અને જવાબ માગવામાં આવ્યો હતો. ત્યારે હાજર અધિકારી દ્વારા બચાવ કરવામાં આવતો હોય તેમ જણાતું હતું. જગ્યા કેવી રીતે ઓછી થઇ ગઇ તેને લઇને જિલ્લાઓના ડીઇઓ ઉપર ઠીકરાં ફોડવામાં આવતા હતા. ભરતી સમયે 7 જગ્યા, સ્થળ પસંદગી વખતે 2 થઇ ગઇ  : ભરતીમાં હાજર રહેલા મહુવાના કનુ ડાભીએ કહ્યું કે ભરતી સમયે 7 જગ્યાઓ બતાવાઈ હતી. જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવ્યા ત્યારે માત્ર 2 જગ્યાઓ બતાવી હતી. આ કેવી રીતે બને તેવો સવાલ અધિકારી સામે ઉમેદવારોએ કર્યો હતો. તેમણે અધિકારી પાસે લેખિતમાં ખુલાસો માગ્યો હતો. જો કે અધિકારીએ પછી જવાબ આપીશું કહી વાત ટાળી હતી.
આગળ વાંચો, વધુ વિગતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો