તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરના છ પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:દેશની આંતરીક સુરક્ષાની જવાબદારી સંભાળતી પોલીસ ફોર્સની કામગીરીને ધ્યાને લઇને સમયાંતરે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. જેમાં ગુજરાત પોલીસમાં સેવા આપતા 19 જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં આવેલી રાજય કક્ષાની કચેરીથી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 6 જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવનાર છે.
રાજયનાં 19 જવાનોમાંથી 2જવાનોને વિશીષ્ઠ સેવા બદલ મેડલ અપાશે. જેમાં ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમ તથા રેલ્વેનાં ડીઆઇડી પ્રમોદકુમારનો સમાવેશ થયો છે. જયારે પ્રશસનીય કામગીરી બદલ પોલીસ મેડલ મેળવનારમાં ગાંધીનગર એલઆઇબીમાં ફરજ બજાવતા એએસઆઇ ભગવાનભાઇ પરમાર, ડીજીપી ઓફિસની વાયરલેશ ટેકનીકલ સર્વીસનાં ડીવાયએસપી એમ એમ ડામોર, કરાઇ પોલીસ અકાદમીનાં એએસઆઇ દશરથભાઇ સોલંકી, આઇબીનાં આઇઓ ડીએમ અગ્રાવત તથા જીએસ સૈનીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે ગાંધીનગર જિલ્લાપોલીસ વિભાગમાં ચંદ્રક મેળવનાર એલઆઇબી જવાન ભગવાનભાઇ પરમાર એક જ છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્રથી વિવિધ સરકારી કાર્યક્રમોમાં બંદોબસ્ત સ્કીમ બનાવવાની કામગીરી ભગવાનભાઇ દ્વારા કરાય છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો