ગાંધીનગર રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ શરૂ, ટ્રેન રૂટ બીજા ટ્રેક પર ડાઇવર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત જાન્યુઆરીમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર નિર્માણ થનાર 7 સ્ટાર હોટેલનાં નિર્માણનું ભૂમિપુજન કર્યા બાદ ઇન્જીનીયરો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્લેટ ફોર્મ નં 1ની સોમવારથી શરૂ થતી કામગીરીને લઇને 40 દિવસ માટે આ પ્લેટ ફોર્મ બંધ કરવામાં આવ્યુ છે. જયારે પ્લેટ ફોર્મ નં 1 પરથી રોકાતી ટ્રેનોને પ્લેટ ફોર્મ નં 2 તથા 3 પર ડાઇવર્ટ કરવામાં આવી છે. ફેજ 1ની કામગીરી શરૂ થતા ગાંધીનગરનાં લોકોમાં વૈભવી હોટેલ વહેલી તૈયાર થઇ જાય તેવી ઉતાવળ જાગી છે.

ગાંધીનગર ગુજરાતનું પાટનગર હોવા છતા રેલ્વે સ્ટેશનની કનેક્ટીવીટી રાજય તથા બહારનાં રાજયોનાં અન્ય શહેરો સાથે નહીવત છે. ત્યારે સરકાર દ્વારા અબજો રૂપીયાનાં ખર્ચે રેલ્વે સ્ટેશનની જગ્યા પર એર સ્પેશ સાથેની 300 રૂમ ધરાવતી વૈભવી હોટેલ બનાવવાની જાહેરાત કરી છે. ગત 9મી જાન્યુઆરીએ વડાપ્રધાને વાઇબ્રન્ટ ટાણે તેનું ભૂમિ પૂજન કર્યા બાદ નગરજનો કામ શરૂ થવાની રાહ જોઇ રહ્યા હતા.
 
હોટેલ બનાવતા પહેલા પાટનગરમાં ટ્રેનોની ફ્રિકવન્સી વધારવી જરૂરી
રેલ્વે સ્ટેશન પર બનનાર 300 રૂમવાળી ભવ્ય હોટેલ ગાંધીનગરની શોભા વધારશે. પરંતુ સામાન્ય નાગરીકોને શું ફાયદો ω રેલ્વેની સુવિધા સુદ્રઢ બનાવવા વર્ષોથી લડત ચલાવતા શહેરનાં સામાજીક કાર્યકર અરૂણભાઇ બુચે આ સવાલ કરતા ઉમેર્યુ હતુ કે ગુજરાતનું પાટનગર હોવા છતા ગણતરીની જ ટ્રેનો આવે છે. પાટણ, મહેસાણા તથા આબુ રોડની ડેમુ-મેમુ ટ્રેન ગાંધીનગર સુધી લંબાવવામાં આવે તો ગાંધીનગરનાં નાગરીકોને રેલ્વેનો સીધો લાભ મળી શકે છે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો, હોટેલની પ્રથમ ફેઝની કામગીરી શરૂ