તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલ્યાણપુરાના ગ્રામજનોએ જાતે નક્કિ કર્યા સરપંચ-ઉપસરપંચ,ગામને સમસર કર્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર / કડીઃ રાજ્યની 1,828 ગ્રામ પંચાયતની ચૂંટણી 8 એપ્રિલે યોજાવા જઈ રહી છે. તેવામાં કડી તાલુકાના કલ્યાણપુરા ગામમાં અનોખી ઘટના થઈ છે. પાટીદાર આંદોલનથી ડહોળાયેલા વાતાવરણને કારણે કલ્યાણપુરા ગામમાં 16 ઉમેદવારે સરપંચની ચૂંટણી લડવાની તૈયારી બતાવતાં ગામલોકો વચ્ચેના સંપને ગ્રહણ લાગે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઉકેલ લાવવા ગ્રામજનોએ એક રસ્તો શોધ્યો. જે મુજબ 8 એપ્રિલની ચૂંટણી પહેલાં જ ગામે પોતાના સરપંચ અને ઉપ સરપંચની ચૂંટણી આપમેળે કરવાનો નિર્ણય લીધો. 21 માર્ચે ગામમાં ચૂંટણી યોજાઈ અને સાંજ સુધી થયેલા મતદાન બાદ 8 એપ્રિલ પહેલાં જ ગામના સરપંચ તરીકે કિરીટભાઈ કાંતિભાઈ પટેલ (ટીનાભાઈ) અને ઉપ સરપંચ તરીકે કાંતિલાલ ભીખાભાઈ પટેલનાં નામ નક્કી થઈ ગયાં.

2770 મતદારમાંથી 1621 લોકોએ મતદાન કર્યું
વિષ્ણુભાઈનું કહેવું છે કે કલ્યાણપુરા, કડી તાલુકાનાં મોટાં ગામો પૈકીનું એક છે. ગામની વસ્તી 5 હજારથી વધુ છે, જેમાં 2770 મતદાર છે. અમે વિધિવત્ ચૂંટણી યોજવા નક્કી કર્યું હતું. તેથી પ્રિસાઇડિંગ ઑફિસર, બેલેટ પેપર તેમજ મતદાન કુટીર જેવી તમામ ચૂંટણી વ્યવસ્થા કરાઈ હતી. ગામ બહાર રહેતા મતદારોને બાદ કરતાં ગામમાં રહેતા તમામ મતદારોને મત આપવા અપીલ કરાઈ હતી. 2770 મતદારમાંથી 1621 લોકોએ મત આપ્યો હતો.

જેમાં ટીનાભાઈ એટલે કે કિરીટભાઈ કાંતિભાઈ પટેલ 791 મત સાથે પ્રથમ ક્રમે, કાંતિલાલ ભીખાભાઈ પટેલ 576 મત સાથે બીજા ક્રમે, બાબુભાઈ ભૂદરભાઈ 167 મત સાથે ત્રીજા ક્રમે જ્યારે અશ્વિનભાઈ નરસિંહભાઈ 87 મત સાથે ચોથા ક્રમે આવ્યા હતા. ગામમાં 10 વોર્ડ છે. સરપંચ તરીકે ચૂંટાય તેને પંચાયતની બૉડી બનાવવાનો સંપૂર્ણ અધિકાર આપવાનું પહેલેથી નક્કી કરાયું હતું. આથી કિરીટભાઈ નક્કી કરશે તે પ્રમાણે પંચાયતની બૉડી બનશે
આગળ વાંચો, પાટીદાર આંદોલનથી વાતાવરણ ડહોળાયું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો