તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોબફેરમાં સાયન્સ કોલેજના 45 વિદ્યાર્થીઓને 3 લાખ સુધીનું પેકેજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એમ એમ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ કોલેજમાં એમ્લોયમેન્ટ એક્સચેન્જ અને ગાંધીનગર કલેક્ટર સતીષ પટેલના સહયોગથી કેમ્પસ ઇન્ટરવ્યુ જોબ ફેરનું શનિવારે સવારે આયોજન કરાયું હતું. જેમાં 1200 જેટલી જગ્યાઓ માટે કેમ્પસમાં 9 કંપનીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં કોલેજના 45 સ્ટુડન્ટને 3 લાખ સુધીના પેકેજ ઓફર થયા હતાં. કેમ્પસ ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇન્સ્ટિટ્યુટના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહે જણાવ્યું હતું કે, જોબફેરમાં કોલેજના 550 વિદ્યાર્થીઓએ ભાગી લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને 1.70થી 3 લાખ સુધીનું પેકેજ મળ્યું હતું. આ જોબફેરમાં ઘણી કંપનીઓ ત્રીજી વખત આવી હતી. તેમાં પિરામલ ટીસીએસ, હેલ્થકેર, એશીયન પેઇન્ટ, ઓક્સિજન હેલ્થ કેર, જેવર્સન, બાયોટર, રત્નમણિ કેમિકલ્સ અને લિવેરા હેલ્થકેર સહિતની કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ માટે આવી હતી. ઇન્ટરવ્યુમાં એમ એમ પટેલ ઇન્સ્ટિટ્યુટના બીએસસી, એમએસસી, બીફાર્મ, એમ ફાર્મ અને માઇક્રો બાયોલોજી નર્સીંગના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.
આગળ જુઓ, વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો