જિલ્લામાં દોઢ ઇંચ પાણી વરસ્યું: ધરતીપુત્રો વાવણી લાયક વરસાદની રાહમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: મેઘરાજનું આગમન થતાં જિલ્લાના ખેડૂતોએ વાવણી શરૂ કરી દિધી છે. પરંતુ થોડા વરસાદી ઝાપટા બાદ ફરીથી ગરમી અને ઉકળાટ વધતાં ધરપુત્રો હેરાન-પરેશાન થઇ ગયા છે. જે ખેડૂતોએ વરસાદની આશા વાવણી કરી છે, તેઓનો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ જેને વાવણી કરી નથી તેવા ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ગાંધીનગર જિલ્લાનાં ચારે તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

જેમાં કલોલમાં 9 મીલીમીટર, માણસામાં 3 એમએમ, દહેગામમાં 7 એમએમ અને ગાંધીનગરમાં 7 એમએમ વરસાદ વરસ્યો હતો. છેલ્લાં એક સપ્તાહથી શહેરના આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાઇ ગયા હતાં. ત્યારબાદ આકાશમાંથી વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક થઇ હતી. પરંતુ હજુ જોઇ તેટલો વરસાદ વરસ્યો નથી. ગઇકાલ સાંજે વરસાદે ઝાપટાવાળી કરી હતી. પરંતુ 24 કલાકમાં માત્ર દોઢ ઇંચ વરસાદ વરસતા ખેડૂતો નિરાશ થયા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, એક દિવસમાં દોઢ પાણી પડ્યું
અન્ય સમાચારો પણ છે...