તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી વાતાવરણ વચ્ચે ગાંધીનગર સૌથી ગરમ સિટી, પારો 40 ડીગ્રીને પાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગરમાં 8મી સુધીમાં વરસાદ પડવાની હવામાન ખાતાની ધારણાના બીજા દિવસે સાંજે સેક્ટરોમાં નહીંવત કહેવાય તેવા છાંટા પડ્યા હતાં. મેઘાએ જાણે હાઉકલી રમતો હોય તેવો દેખાવ કર્યો હતો. આ સાથે ગાંધીનગર શહેર 40. 5 મહત્તમ અને 29.5 લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સોથી ગરમ શહેર પણ રહ્યુ હતું. રોડ પણ ભીના ન થાય તેવા છાંટા પડવાના કારણે વધી ગયેલા ઉકળાટે નગરવાસીઓને વધુ અકળાવ્યા હતાં.

વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદના એંધાણ જોવા મળી રહ્યાં હતાં. પરંતુ ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવતાં બેવડી ઋતુનો નાગરિકોને અનુભવ થયો હતો. કેટલાક વિસ્તારમાં ગુરૂવારે સાંજે અને વહેલી સવારે વરસાદી છાંટડા પડ્યાં હતાં. તો બીજી તરફ શુક્રવારે વાદળાછાયુ વાતાવરણ બાદ બપોરે દેહ દઝાડતી ગરમીનો નાગરિકોને અનુભવ થયો હતો. છેલ્લા બે દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ કરી રહેલા નાગરિકો વરસાદની રાહ જોઇ  રહ્યાં છે. 
 
આગળ વાંચો, વરસાદી માહોલથી ખેડૂતો ખુશ ખુશાલ
અન્ય સમાચારો પણ છે...