તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંઘીનગર જિલ્લામાં મેઘમહેર, સ્થાનિકોમાં આનંદો, ખેડૂતો ખુશખુશાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગરમીથી લોકો બેબાકળા બની ગયા હતા. જગતના તાતથી લઇને અબોલ પશુઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે શનિવારે ખાબકેલા વરસાદે જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રાહત આપી છે. મોસમના પહેલા વારસાદથી લોકોમાં અને પ્રકૃતિમાં એક નવી ચેતના જાગી છે. ત્યારે  કલોલમાં 20, માણસામાં 3, દહેગામમાં 2 અને ગાંધીનગરમાં 6 મીમી વરસાદ પડ્યો છે.  વરસાદ બાદ બફારાથી લોકો આગ બબુલા થઇ ગયા છે.

ગરમીએ ગાંધીનગરાઓની પરીક્ષા લઇ લીધી છે. રાજ્યમાં ગ્રીન સીટી તરીકે ખ્યાતિ પામેલા સીટીમાં ગરમીનો પારો સતત એવરેસ્ટ સર કરતો હતો. ત્યારે લોકો આલે મેઘા આલે મેઘાનુ રટણ કરતા હતા. શનિવારે પડેલા વરસાદે શહેરીજનોને ઠંડકનો અહેસાસ કરાવી નાખ્યો છે. તો કેટલીક જગ્યાએ નુકશાન થવાના પણ સમાચાર મળી રહ્યા છે. એકદમ ધોધમાર પડેલા વરસાદે નેવાના પાણીને બહાર કાઢી નાખ્યા હતા. ખેડૂતો હરખાઇ ગયા છે. 

ખેતી લાયક વરસાદથી ખડૂતોમાં આનંદો

ઉનાળુ પાક બાદ ખેતી લાયક વરસાદ પડતા ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી. જિલ્લામાં સિજનના પહેલા વરસાદે 8 મીમી વરસાદ પાડી ખાતુ ખોલાવ્યુ છે. સિજનના પહેલા વરસાદે કલોલમા હાલાકી સર્જી  કલોલના પરમેશ્વર સોપિંગ સેન્ટર પાસે વરસાદી પાણી ભરાતા વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. પહેલા જ વરસાદમાં કાદવ અને કિચડ જોવા મળતો હતો. તો ગ્રાહકોને આવવા જવા માટે પગદંડી પણ જોવા મળતી ન હતી. ત્યારે વેપારીઓ અને કલોલવાસીઓને હેરાનગતિ સહન કરવી પડતી હતી.

આગળની સ્લાઇડમાં વાંચો, જિલ્લામાં વીજકરંટથી ચાર પશુના મોત
અન્ય સમાચારો પણ છે...